IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL-2023 : 31 માર્ચથી શરૂ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ અને ક્યારે છે તમારી ફેવરિટ ટીમની મેચ ?

Text To Speech

ઈન્ડિયના પ્રીમિયર લીગ (IPL)ની રાહ સૌ કોઈ ક્રિકેટ પ્રેમી જોતાં હોય છે ત્યારે આ વર્ષે 31 માર્ચથી શરૂ થશે. જેમાં પહેલી મેચ લાસ્ટ ટાઇમની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે IPL ની ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

કેટલાં સ્થાન પર અને કેટલાં દિવસ ચાલશે

આ વર્ષે 58 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે. એક ટીમ 14 મેચ રમશે, 7 ઘરઆંગણે અને 7 વિરોધી ટીમના ઘરે. 10 ટીમો વચ્ચે લીગ તબક્કાની 70 મેચો રમાશે. લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. ટુર્નામેન્ટની 74 મેચો 12 અલગ-અલગ શહેરોમાં યોજાશે. IPLની ટીમોના 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલા પણ મેચ રમાશે. IPL ટીમના 10 શહેરો મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનૌ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકાતા હશે.

શું હશે મેચનો સમય ?

આ વખતે પણ ટુર્નામેન્ટમાં કુલ 18 ડબલ હેડર હશે, એટલે કે 18 વખત એક દિવસમાં 2 મેચ થશે. આ દરમિયાન, પ્રથમ મેચ બપોરે 3:30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. 31 માર્ચે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે પ્રથમ મેચ, 2 એપ્રિલે બે ડબલ હેડર અને વધુ એક મેચ રમાશે.

IPL-2023 Hum Dekhenge News

હોમ અવે ફોર્મેટનું આયોજન

IPLમાં આ વખતે 3 વર્ષ પછી ફરીથી અગાઉની માફક હોમ-અવે ફોર્મેટનું આયોજન થશે. જો કે નોંધનીય છેકે 2020 માં, IPLની અડધી સીઝન ભારતમાં અને અડધી UAE માં કોરોનાના કારણે યોજવી પડી હતી. 2021ની સીઝન પણ UAEમાં જ રમાઈ હતી. પરંતુ ગત સિઝનની 70 લીગ મેચો મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે શહેરોમાં બનેલા 4 સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્યારબાદ કોલકાતા અને અમદાવાદમાં પ્લેઓફ મેચો હતી.

આ પણ વાંચો : વિમેન્સ પ્રીમિયર લીગ : સાનિયા મિર્ઝાની ક્રિકેટમાં એન્ટ્રી, આ ટીમ દ્વારા સોંપવામાં આવી મોટી જવાબદારી

બે ગ્રુપમાં ટીમો

ગ્રુપ-A : મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ
ગ્રુપ-B : ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ

આ પણ વાંચો : INDvsAUS : બીજી ટેસ્ટના પહેલાં દિવસે ઓસ્ટ્રેલિયા 263 પર ઓલઆઉટ, અશ્વિન, જાડેજા અને શમી રહ્યા સ્ટાર

Back to top button