- મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરશે
- હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
- જીતની હેટ્રીક માટે બંને ટીમો મેદાને ઉતરશે
IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સામ સામે ટકરાશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી મુંબઈ પ્રથમ બેટિંગ માટે ઉતરશે. સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના સુકાની એડન માર્કરામે ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. મુંબઈએ ડુઆન યાનસેનની જગ્યાએ જેસન બેહરેનડોર્ફનો સમાવેશ કર્યો છે.
બંને ટીમો જીતની હેટ્રીક કરવા મેદાને ઉતરશે
મુંબઈ અને સનરાઈઝર્સ બંનેએ તેમની છેલ્લી બે મેચ જીતી લીધી છે અને તેઓ હવે જીતની હેટ્રિક પૂર્ણ કરવા પર રહેશે. આ બંને ટીમોએ ટૂર્નામેન્ટની શરૂઆત સતત બે હાર સાથે કરી હતી. પ્રથમ બે મેચમાં સંઘર્ષ કરનારી મુંબઈની ટીમ હવે સંતુલિત દેખાઈ રહી છે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે સમાન સ્પર્ધા જોવા મળી રહી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 10 અને સનરાઈઝર્સે 9 મેચ જીતી છે. આ રીતે, જ્યારે પણ આ બંને ટીમો સામસામે આવી ત્યારે સંતુલન લગભગ સમાન હતું.
મેચમાં મુંબઈ-હૈદરાબાદની પ્લેઈંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, મયંક માર્કંડેયા, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા અને જેસન બેહરનડોર્ફ.