IPL-2023સ્પોર્ટસ

IPL 2023ની સિઝન રોમાંચક રહેશે, આ 5 મોટા નિયમો લાગુ થશે

IPL 2023 શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બીજીબાજુ 10 ટીમો IPL ટ્રોફી જીતવા માટે જબજસ્ત તૈયારી કરી રહી છે. IPLની આ સિઝનમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સIPL 2023 Auction Live: 40 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમ માવીને ગુજરાત ટાઈટન્સે 6 કરોડમાં ખરીદ્યો વચ્ચે રમાશે. આ વખતે IPL કૈક અલગ અંદાજમાં જોવ મળશે. આ વખતે IPLમાં 5 નવા અને મોટા નિયમો આવી ગયા છે. આ 5 નવા નિયમોના ઉમેરા સાથે, આ વખતે IPL પહેલાની સરખામણીમાં વધુ રોમાંચક જોવા મળશે. આ 5 નવા નિયમો IPLમાં એક નવો બદલાવ જોવા મળશે. IPLની 16મી સિઝન શરૂ થવામાં એક અઠવાડિયા જેટલો જ સમય બાકી છે. ચાલો આ નવા 5 નિયમો પર એક નજર કરીએ જે IPLને પહેલા કરતા વધુ રોમાંચક અને બહેતર બનાવશે.

1. ટોસ બાદ પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર કરી શકાશે

IPL 2023માં ટોસ બાદ તમામ 10 ટીમોના કેપ્ટન તેમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. કેપ્ટન ટોસ માટે બે અલગ-અલગ ટીમ શીટ સાથે જશે. અગાઉ IPLમાં ટોસ પહેલા કેપ્ટને મેચ રેફરીને પ્લેઈંગ ઈલેવનની શીટ આપવી પડતી હતી, પરંતુ હવે નવા નિયમો અનુસાર ટોસ બાદ કેપ્ટન પરિસ્થિતિના આધારે પોતાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી શકશે. પ્લેઇંગ ઇલેવન શીટમાં 5 અવેજી ખેલાડીઓના નામ આપવાનું ફરજિયાત રહેશે. આ ફેરફાર ફ્રેન્ચાઇઝીઓને તેમની શ્રેષ્ઠ 11 પસંદ કરવામાં મદદ કરશે પછી ભલે તેઓ પહેલા બેટિંગ કે પહેલા બોલિંગ કરવાનું નક્કી કરે. આગામી સિઝનમાં પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ થશે.

આ પણ વાંચો : IPL 2023 પહેલા KKRને ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર બહાર

2. વાઈડ અને નો-બોલ માટે પણ DRS મળશે

IPL 2023ને આ વખતે વાઈડ અને નો-બોલ માટે પણ DRS મળશે જેથી તે પહેલા કરતા વધુ રોમાંચક, તટસ્થ અને બહેતર બને. અગાઉ, ખેલાડીઓ જ્યારે આઉટ અથવા નોટઆઉટ હોય ત્યારે જ DRSનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે વાઈડ અને નો-બોલ માટે પણ DRSનો ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં IPL મેચો દરમિયાન અમ્પાયરોએ વાઈડ અને નો-બોલના નિર્ણયો આપવામાં ઘણી ભૂલો કરી છે, જેના કારણે ટીમોને મેચમાં હારની કિંમત ચૂકવવી પડી છે. જોકે, આ વખતે ખેલાડીઓને વાઈડ અને નો-બોલ માટે પણ DRS મળવાથી મોટી રાહત મળશે.

આ પણ વાંચો : IPL 2023: ધોનીની ટીમ સાથે જોડાયો આ ભારે ભરખમ ખેલાડી, કોણ છે અને શું છે તેની વિશેષતા

3. ઇમ્પેક્ટ પ્લેયર નિયમ

ઇમ્પેક્ટ પ્લેયર નિયમ IPL 2023ને અત્યંત રોમાંચક બનાવશે. ટોસ દરમિયાન, કેપ્ટને ટીમ શીટમાં પ્લેઇંગ ઇલેવન સાથે 5 અવેજી ખેલાડીઓના નામ પણ આપવાના રહેશે. ઇનિંગ્સની 14મી ઓવર પૂરી થાય તે પહેલાં, આ 5 અવેજી ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકાય છે. ઈમ્પેક્ટ પ્લેયર અવેજી તરીકે મેચમાં અન્ય કોઈપણ ક્રિકેટરની જગ્યાએ બેટિંગ અને બોલિંગ કરી શકશે. ઈમ્પેક્ટ પ્લેયરને માત્ર ઓવરના અંતે, વિકેટ પડવા અથવા ખેલાડીની ઈજા દરમિયાન જ મેદાનમાં ઉતારી શકાય છે. જો વરસાદ અથવા અન્ય કારણોસર મેચ 10 ઓવર અથવા તેનાથી ઓછી કરવામાં આવે છે, તો ઇમ્પેક્ટ પ્લેયર નિયમને મેદાનમાં ઉતારવામાં આવશે નહીં.

આ પણ વાંચો : IPL 2023 શરૂ થતા પહેલા જ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણો ક્યાં ખેલાડીઓ રિપ્લેસ થશે

4. વિકેટકીપર કે ફિલ્ડરની ભૂલની સજા આખી ટીમને

IPL 2023 સિઝનમાં કોઈપણ મેચ દરમિયાન, જો કોઈ ટીમનો વિકેટકીપર અથવા ફિલ્ડર બેટ્સમેન બોલ રમે તે પહેલા તેની સ્થિતિ બદલશે, તો તેની સજા આખી ટીમને મળશે એટલે કે અમ્પાયર ડેડ બોલ જાહેર કરશે અને બેટિંગ ટીમના ખાતામાં 5 પેનલ્ટી રન ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીય ખેલાડીઓ IPLમાં ડ્યૂક બોલથી પ્રેક્ટિસ કરશે, જાણો કયા બોલનો કેવો ઉપયોગ?

5. ધીમા ઓવર રેટ માટે સજા

IPL 2023 સિઝનમાં કોઈપણ મેચ દરમિયાન, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં તેની ઓવરો ફેંકી નહીં શકે, તો દરેક ઓવર દરમિયાન તે ટીમને 30 યાર્ડના સર્કલ બહાર ફક્ત 4 ફિલ્ડર રાખવાની મંજૂરી આપવામાં આવશે. આમ ધીમા ઓવર રેટ માટે સજા પણ સજા આપવામાં આવશે.

Back to top button