IPL-2023વિશેષસ્પોર્ટસ

IPL 2023 રિંકુ સિંહ 5 સિક્સર : આ ખેલાડીઓ પણ IPLની એક ઓવરમાં ક્રુરતાપૂર્વક 5 સિક્સર ફટકારી ચુક્યા છે

  • ક્રિસ ગેલ, રાહુલ તેવટિયા અને રવિન્દ્ર જાડેજા પણ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી ચુક્યા છે
  • રાહુલ તેવટિયા, રવિન્દ્ર જાડેજા અને રિંકુ સિંહે ત્રણેય ભારતીયે છેલ્લી ઓવરમાં 5 સિક્સર
  • અહો આશ્ચર્યમ! ઈતિહાસ સર્જનાર ચારેય ખેલાડી ડાબોરી બેટ્સમેન 

ગઈકાલનો દિવસ IPL 2023 સિઝનનો સૌથી ક્રૂર દિવસ તરીકે રહેશે. ગુજરાત ટાઈટન્સે સ્વપ્નમાં પણ નહી વિચાર્યું હોય કે આટલી ક્રુરતા પૂર્વક હર થશે. IPL 2023માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે એક ઓવરમાં 5 સિક્સ મારીને સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવા માટે કોલકત્તાને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. ત્યારબાદ રિંકુ સિંહે જે કર્યું તે ક્યારેય ભૂલી શકાય એવું નથી. આ અકલ્પનીય ક્ષણ હંમેશા યાદ રહેશે. પરંતુ IPLમાં આવું પહેલીવાર બન્યું એવું નથી, રિંકુ સિંહ પહેલા પણ IPLમાં 3 વિસ્ફોટક બેટ્સમેન આવી ક્રુરતા બતાવી ચુક્યા છે. આ ૩ વિસ્ફોટક વિશે જાણવાની તમારી પણ ઉત્સુકતા વધી ગઈ હશે તો ચાલો હવે એ ત્રણ વિસ્ફોટક ખેલાડી વિશે જાણીએ.

ક્રિસ ગેલ Vs પુણે વોરિયર્સ

ક્રિકેટ જગતનું ત્સુનામી એવા ક્રિસ ગેલ IPLના ઈતિહાસમાં પહેલીવાર એક ઓવરમાં 5 સિક્સર મારવાનું પરાક્રમ કર્યું હતું. ક્રિસ ગેલે 2012માં પૂણે વોરિયર્સ સામે રમાયેલી મેચમાં આ ક્રુરતા બતાવી હતી. ગેઈલે પુણે વોરિયર્સના બોલર રાહુલ શર્મા સામે એક ઓવરમાં 5 સિક્સર ફટકારી ત્સુનામી લાવી દીધો હતો. તેણે પોતાની ઇનિંગમાં કુલ 4 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેણે 48 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પુણે વોરિયર્સ સામે 6 વિકેટે જીત અપાવી હતી.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં કોહલીએ બનાવ્યો રેકોર્ડ, ક્રિસ ગેલને પાછળ છોડીને બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

રાહુલ તેવટિયા Vs પંજાબ કિંગ્સ

મૂળ ગુજરાતનો અને નાનો એવો લાગતો રાહુલ તેવટિયાએ પણ આવી ક્રુરતા બતાવી હતી. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2020માં રમાયેલી આ મેચ IPLના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ મેચોમાંથી એક માનવામાં આવે છે. આ મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 224 રનનો મોટો હિમાલય જેવો સ્કોર આપી દીધો હતો. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલની જીતનો હીરો રાહુલ તેવટિયા હતો, જેણે પંજાબ કિંગ્સ સામે ફાસ્ટ બોલર કોટ્રેલના છોતરા કાઢી નાખ્યા હતા અને એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને મેચ રાજસ્થાન રોયલ્સના ખાતામાં નાખી હતી. શેલ્ડન કોટ્રેલની આ ઓવરે રાહુલને જીતનો હીરો બનાવ્યો હતો.

આ પણ વાંચો : IPL-2023 : તમારી મનપસંદ ટીમમાંથી આ ખેલાડીઓ થયા રિટેન અને રિલીઝ, જાણો સમગ્ર યાદી

રવિન્દ્ર જાડેજા Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

સૌરાષ્ટ્રના સાવજ એવા રવિન્દ્ર જાડેજા આ બાબતમાં કેવી રીતે પાછા રહી શકે. IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રના સાવજ એવા રવિન્દ્ર જાડેજાએ પણ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ માત્ર 28 બોલમાં 221.43ના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા, જેમાં કુલ 4 ચોગ્ગા અને 5 સિક્સરનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલના ભુક્કા કાઢીને રવિન્દ્ર જાડેજાએ ક્રુરતાપૂર્વક 5 સિક્સર ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 191 સુધી પહોંચાડ્યો અને એક ઓવરમાં 5 સિક્સર મારનાર IPL ઈતિહાસનો ત્રીજો ખેલાડી બન્યો.

આ પણ વાંચો : IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ ઈન્દોર ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, કપિલ દેવ પછી બીજો ભારતીય

અહો આશ્ચર્યમ! ઈતિહાસ સર્જનાર ચારેય ખેલાડી ડાબોરી બેટ્સમેન 

એક ઓવરમાં ક્રુરતાપૂર્વક 5 સિક્સર ફટકારનાર ચારેય ખેલાડીઓ ડાબોરી બેટ્સમેન છે. એટલે કે ડાબોરી બેટ્સમેન વધારે ક્રૂર અને ખતરનાક સાબિત થયા છે. ક્રિકેટજગતમાં આ એક ખુબજ મોટી અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે .ક્રિસ ગેલ, રાહુલ તેવટિયા, રવિન્દ્ર જાડેજા અને રિંકુ સિંહ ચારેય બેટ્સમેન ડાબોરી છે.

4 માંથી ૩ ભારતીય બેટ્સમેન 

IPLમાં એક ઓવરમાં બોલરોના ભુક્કા કાઢનાર 4 બેટ્સમેનોએ દુનિયાભાર ચાહકોના દિલમાં જગ્યા બનવી છે. અહી મહત્વની વાત એ છે એક ઓવરમાં 5 સિક્સર ફટકારી ઈતિહાસ સર્જનાર 4 ખેલાડીઓમાંથી ૩ ખેલાડીઓ ભારતીય છે. રાહુલ તેવટિયા, રવિન્દ્ર જાડેજા અને રિંકુ સિંહે ત્રણેય ભારતીય ખેલાડી છે અને આ ત્રણેયે છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી છે.

Back to top button