

- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- ભારતના બે દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને
- મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખતની IPLની ચેમ્પિયન
IPLની પાંચમી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિઝનમાં પ્રથમ વખત ભારતના બે દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને છે. RCBએ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફાફ ડુપ્લેસીસ ઉપરાંત આરસીબીએ ચાર વિદેશી ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ, રીસ ટોપલી અને માઈકલ બ્રેસવેલનો સમાવેશ કર્યો છે. બીજી બાજુ રોહિત શર્માએ જોફ્રા આર્ચર, જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીનને પસંદ કર્યા છે.