- RCB જીત મેળવીને ફરી જીતના ટ્રેક પર પાછા પરવાનો પ્રયત્ન કરશે
- LSG સતત ત્રીજી મેચ જીતી પોઈન્ટ ટેબલમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે
- વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ RCBને શાનદાર ઓપનિંગ શરૂઆત અપાવવા પ્રયત્ન કરશે
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે જોરદાર રોમાંચક મેચ શરુ થઇ છે. લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં માર્ક વુડની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ બેંગલોરની ટીમ પણ કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. વેઈન પાર્નેલ બેંગ્લોર તરફથી રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીત મેળવીને ફરી જીતના ટ્રેક પર પાછા પરવાનો પ્રયત્ન કરશે. જયારે લખનઉ સુપર જાયન્ટ્સ સતત ત્રીજી જીત મેળવવાનો પ્રયત્ન કરશે.
???? Toss Update ????@LucknowIPL win the toss and elect to field first against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/8NyHz9KgRa
— IndianPremierLeague (@IPL) April 10, 2023
વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ ક્રીઝ પર
IPLમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. લખનઉની ટીમે બે મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા માટે અહીં જીતવા ઈચ્છશે. સાથે જ RCB ટીમ પાછલી મેચને ભૂલીને જીત મેળવવાનો પ્રયાસ કરશે. હાલમાં વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીસ મેદાન પર આવી ગયા છે અને RCBને શાનદાર શરૂઆત આપવા પ્રયત્ન કરશે.
આ પણ વાંચો : સેન્ચુરી કિંગ વિરાટ કોહલી પાસેથી શીખવા જેવા છે આ પર્સનાલિટીની ટિપ્સ
RCB જીતના ટ્રેક પર પરત ફરવા માંગે છે
RCB માટે અત્યાર સુધીની સિઝન મિશ્ર રહી છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. આ બંનેની અડધી સદીના કારણે RCBએ મુંબઈને 8 વિકેટે હરાવ્યું હતું. જો કે કોલકાતા સામેની બીજી મેચમાં ટીમના બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમને 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમનો મુખ્ય ઝડપી બોલર રાઈસ ટોપલી ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં આ ટીમની મુશ્કેલી વધુ વધી ગઈ છે.
આ પણ વાંચો : લખનૌ સુપર જાયન્ટ્સે કરી નવી જર્સીનું અનાવરણ, જય શાહ અને ગૌતમ ગંભીર રહ્યા હાજર
લખનઉની નજર ત્રીજી જીત પર
કેપ્ટન લોકેશ રાહુલની લખનઉની ટીમે 2 મેચ જીતી છે. પ્રથમ મેચમાં આ ટીમે દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવ્યું હતું, પરંતુ બીજી મેચમાં ચેન્નાઈ સામે 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ત્રીજી મેચ 5 વિકેટે જીતી હતી. હવે આ ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા માટે ત્રીજી જીત પર રહેશે.
આ પણ વાંચો : રાજ્યના સૌથી મોટા રૂ.1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
બંને ટીમોની પ્લેઈંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટમાં), અનુજ રાવત, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (સી), કાયલ મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટમાં), જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ ખાન, માર્ક વૂડ, રવિ બિશ્નોઈ.