- દિલ્હીની કેપિટલ્સની ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સતત 2 મેચમાં હાર
- દિલ્હીની કેપિટલ્સની સતત 4 મેચમાં હાર
દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે IPL 2023 સિઝનની પ્રથમ જીતની તલાસમાં મેદાનમાં ઉતરી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીએ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. આ મેચમાં દિલ્હીની ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. રોવમેન પોવેલની જગ્યાએ મિશેલ માર્શને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, ડેવિડ વિલીની જગ્યાએ વનિન્દુ હસરંગાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ક્રીઝ પર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સતત 2 મેચમાં હાર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ આ ટીમને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ સામેની પ્રથમ મેચ 8 વિકેટે જીતી હતી. જ્યારે બીજી મેચમાં તેને કોલકાતા સામે 81 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચમાં લખનઉએ રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક વિકેટથી હરાવ્યું હતું. હવે આ ટીમ વિજેતા ટ્રેક પર પરત ફરવા માંગશે.
આ પણ વાંચો : IPL 2023 : સપના ગિલ કેસમાં પૃથ્વી શૉને હાઈકોર્ટની નોટીસ, જાણો શું છે સમગ્ર મુદ્દો
દિલ્હીની કેપિટલ્સની સતત 4 મેચમાં હાર
IPL 2023ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ હજી જીતનો સ્વાદ ચાખ્યો નથી અને સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રિષભ પંત વિના આ ટીમ પોતાની લય પકડી શકી નથી. દિલ્હીના બેટ્સમેનોએ અત્યાર સુધી નિરાશ કર્યા છે. કેપ્ટન વોર્નર અને અક્ષર પટેલ સિવાય હજુ સુધી કોઈ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યો નથી. જેનાથી લીધે સતત 4 મેચ હારી છે. પ્રથમ મેચમાં દિલ્હીને લખનઉની ટીમે 50 રને હાર આપી હતી. અને બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે પરાજય આપ્યો હતો. ત્રીજી મેચમાં દિલ્હીને રાજસ્થાન સામે 57 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચોથી મેચમાં મુંબઈએ તેને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો : IPL 2023 રિંકુ સિંહ 5 સિક્સર : આ ખેલાડીઓ પણ IPLની એક ઓવરમાં ક્રુરતાપૂર્વક 5 સિક્સર ફટકારી ચુક્યા છે
બંને ટીમોની રમત-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, યશ ધૂલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુસ્તફિઝુર રહેમાન.