IPL-2023સ્પોર્ટસ

IPL 2023 : રાજસ્થાન રોયલ્સે લખનૌ સામે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Text To Speech
  • આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામસામે
  • રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
  • રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી એડમ ઝમ્પા આજે નહીં રમે

 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા આજે રમી રહ્યો નથી. ક્વિન્ટન ડિકોકને આજે પણ લખનૌની ટીમમાં સ્થાન મળ્યું નથી. કેએલ રાહુલ સાથે માત્ર કાયલ મેયર્સ ઓપનિંગ કરશે. આ સાથે જ જેસન હોલ્ડરને રાજસ્થાનની ટીમમાં જગ્યા મળી છે.

લખનૌની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત સાથે બીજા નંબર પર

આ સિઝનમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સે પાંચ મેચ રમી છે અને તેમાંથી ચાર જીતી છે. સંજુ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. બીજી તરફ લખનૌની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત સાથે બીજા નંબર પર છે.

RR vs LSG હેડ-ટુ-હેડ

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચના આંકડાની વાત કરીએ તો સંજુ સેમસનનું પલડું ભારે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાનની ટીમ જીતવામાં સફળ રહી હતી. આ બંને મેચ છેલ્લી આઈપીએલ 2022માં થઈ હતી. એટલે કે લખનૌએ રાજસ્થાન સામે જીતનું ખાતું ખોલવાનું બાકી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક અને રવિ બિશ્નોઈ.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (સી એન્ડ wk), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : IPL માં ફરી મેચ ફિક્સિંગ ? RCBના મોહમ્મદ સિરાજને આવ્યો ફોન અને કરી મોટી ઓફર, મચી ગયો હડંકપ

Back to top button