IPL 2023માં, 54મી લીગ મેચ સાંજે 7.30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ આક્રમક મોડમાં જોવા મળશે તો બેંગલોરનું ટોપ ઓર્ડર મજબૂત.
IPL 2023ની સિઝન હવે ધીરે ધીરે પૂર્ણતાના આરે જતી જાય છે એવામાં આજે ટુર્નામેન્ટની 54મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સિઝનમાં આ બંને ટીમ બીજીવાર એકબીજા સામે ટકરાશે. અગાઉ રમાયેલી મેચમાં RCBનો 8 વિકેટે વિજય થયો હતો. સાથે જ આ વખતે કઇ ટીમ જીતશે તે ઉભો રહેશ. બંને ટીમના પ્રદર્શન વિશે વાત કરીએ.
મુંબઈ વિ બેંગલોર હેડ ટુ હેડ
IPLમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ 17 વખત અને બેંગ્લોર 14 વખત જીત્યું છે. અત્યાર સુધી રમાયેલ મેચોના આંકડાઓ જોતા એવી આશા રાખી શકાય છે કે ફરી એકવાર મુંબઈ જીતશે, પરંતુ આ સિઝનમાં બંને વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં બેંગ્લોરે જીત મેળવી હતી.
વાનખેડેમાં મુંબઈ 8 અને બેંગલોર 3 મેચ જીત્યું છે
જોકે તે મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. પરંતુ આ વખતે મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર રમાશે અને આ મેદાન પર બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાં મુંબઈ 5 અને બેંગ્લોરે માત્ર 3માં જીત મેળવી છે. આવી સ્થિતિમાં, વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની જીતની અપેક્ષાઓ વધારે લાગે છે.
મુંબઈમાં આ ખેલાડીની ખોટ પડશે
તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને ઝડપી બોલર જોફ્રા આર્ચરના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. આર્ચર તેના રિહેબને કારણે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. તેના સ્થાને ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈ ચોક્કસપણે આર્ચરની ખોટ પડશે.
બીજી તરફ જો આપણે RCBની વાત કરીએ તો અત્યાર સુધી ટીમનો ટોપ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ મેચ જોવા મળશે.
બંને ટીમની સંભવિત અંતિમ-11
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કેમેરોન ગ્રીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, અરશદ ખાન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, અનુજ રાવત, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ