- મુંબઈનો ફિલ્ડિંગ કરવાનો નિર્ણય
- મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- પંજાબના 6 મેચમાંથી 3માં જીત મેળવી
IPL 2023ની 31મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. જોફ્રા આર્ચર ટીમમાં પાછો ફર્યો છે. સેમ કરન પંજાબ માટે ટોસમાં ઉતર્યો એટલે કે શિખર ધવન આજે પણ નથી રમી રહ્યો. સેમે પ્લેઇંગ-11માં કોઇ ફેરફાર કર્યો નથી.
છેલ્લી ત્રણ મેચમાં મુંબઈની સતત જીત
આ સિઝનની પ્રથમ બે મેચ હાર્યા બાદ મુંબઈની ટીમ જીતના પાટા પર પરત ફરી છે અને છેલ્લી ત્રણ મેચમાં સતત જીત મેળવી છે. આ સાથે જ પંજાબની ટીમ પ્રથમ બે મેચ જીતીને જીતના પાટા પરથી ઉતરી ગઈ છે. પંજાબે અત્યાર સુધી કુલ છ મેચ રમી છે અને ત્રણમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. શિખર ધવનના રમવા પર હજુ પણ સસ્પેન્સ ચાલુ છે.