- રોહિત શર્માને આરામ, સુર્યાકુમારને કેપ્ટનશીપ
- મુંબઈમાં સચિનના પુત્ર અર્જુન તેંડૂલકરનું ડેબ્યું
- KKRના 5 સિક્સર સ્ટાર રિંકુ સિંહ પર નજર
IPL 2023ની સિઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચ રમાશે. મુંબઈનો ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે તેના સ્થાને સુર્યા કુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ટીમે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. હવે તે ફરી એકવાર જીતનો સિલસિલો જારી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. નીતિશ રાણાની કપ્તાનીવાળી KKRને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેના માટે આ મેચ જીતવી આસાન નહીં હોય.
આ પણ વાંચો : IPL 2023 : RCB ની 23 રને શાનદાર જીત, દિલ્હી કેપિટલ્સનો સતત 5મો પરાજય
મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ફેરફાર
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. જોકે, આમ છતાં તે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે તેના સ્થાને સુર્યા કુમાર યાદવને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જયારે અર્જુન તેંડૂલકરે દેબ્તું કર્યું. સિઝમમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. તેને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમની નજર જીતનો સિલસિલો જાળવી રાખવા પર રહેશે.
આ પણ વાંચો : IPL 2023 : સપના ગિલ કેસમાં પૃથ્વી શૉને હાઈકોર્ટની નોટીસ, જાણો શું છે સમગ્ર મુદ્દો
કોલકાતા નાઈટ રાઈડર્સ
શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પાંચમા સ્થાને છે. તેણે 4 મેચ રમીને 2 જીતી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 23 રને પરાજય આપ્યો હતો. જોકે હવે ટીમની નજર જીતનો સિલસિલો હાંસલ કરવા પર રહેશે. તેના માટે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈને પડકાર આપવો આસાન નહીં હોય.
આ પણ વાંચો : IPL 2023: KKRની જીત બાદ SRKની કોહલી સાથેની તસવીર વાયરલ
બંને ટીમના પ્લેઇંગ 11 :
મુંબઈ ઈન્ડિયન્સ : કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ (C), ઈશાન કિશન (wk), તિલક વર્મા, ટીમ ડેવિડ, નેહલ વાઢેરા, અર્જુન તેંડૂલકર, હ્રિતિક શોકિન, પીયૂષ ચાવલા, ડોન જાનસેન, રિલે મેરેડિથ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : વેંકટેશ ઐય્યર, રહમાનઉલ્લાહ ગુરબાઝ (wk), સુનીલ નારાયણ, નીતિશ રાણા (C), એન જગદીસન, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ.