IPL-2023સ્પોર્ટસ

IPL 2023 : આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર

Text To Speech
  • આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને
  • રોયલ્સ અને સુપર કિંગ્સ આ સિઝનમાં બીજી વખત આમને-સામને
  • પહેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 3 રને હરાવ્યું હતું

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટીમો આમને-સામને થશે. આ હાઈવોલ્ટેજ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જાણો આ મેચમાં કોણ જીતી શકે છે.

રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે હેડ ટુ હેડ

આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન વચ્ચે 27 મેચ રમાઈ છે. જેમાંથી ચેન્નાઈએ 15 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાનને 12 મેચમાં સફળતા મળી છે.

રોયલ્સ અને સુપર કિંગ્સ આ સિઝનમાં બીજી વખત આમને-સામને થશે

ઉલ્લેખનીય છે કે, IPL 2023માં એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ ચૂકી છે. અગાઉ આ બંને ટીમો સામસામે આવી ત્યારે જોરદાર રોમાંચ જોવા મળ્ચો હતો. જોકે, રાજસ્થાને મેચ જીતી લીધી હતી. સંજુ સેમસનની ટીમે તે મેચ ત્રણ રનથી જીતી હતી.

આ વખતે કોનું પલડું ભારે ?

જો આજની મેચની વાત કરીએ તો બેટિંગની વાત કરીએ તો બંને ટીમો ટક્કર આપી રહી છે, પરંતુ બોલિંગમાં ચેન્નાઈની ટીમ થોડી નબળી જોવા મળી રહી છે. ઝડપી બોલરોમાં ચેન્નાઈ પાસે અનુભવી બોલરોનો અભાવ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પાસે ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને જેસન હોલ્ડર જેવા સારા ઝડપી બોલરો છે. આ સિવાય CSKનો સ્પિન વિભાગ (જાડેજા, તિક્ષ્ણ, મોઈન) ઠીક છે, પરંતુ રાજસ્થાન પાસે શ્રેષ્ઠ સ્પિન ત્રિપુટી (ચહલ, અશ્વિન, ઝમ્પા) છે.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, સંદીપ શર્મા, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ.

ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), તુષાર દેશપાંડે, મહેશ થીક્ષાના, મતિષા પથિરાના અને આકાશ સિંહ.

આ પણ વાંચો : સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો, સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 16મી સિઝનમાંથી બહાર

Back to top button