સ્પોર્ટસ

IPL 2023 : આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર

  • ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ
  • મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા ઉતરશે
  • ગુજરાત ચોથા અને મુંબઈની ટીમ સાતમા ક્રમે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 35મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા ઈચ્છશે. આ સિઝનના પ્રથમ ચક્રની આ છેલ્લી મેચ હશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત નોંધાવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચમાં ક્લોઝ ફાઈટ જોવા મળી શકે છે.

આઈપીએલ - Humdekhengenews

 

મુંબઈની સફર આસાન રહી નથી

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન રહી નથી. આ સિઝનમાં રોહિત શર્માની ટીમે સતત 2 હાર સાથે શરૂઆત કરી હતી. પરંતુ મુંબઈએ પછીની ત્રણ મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી. પરંતુ 22 એપ્રિલે પંજાબ સામેની મેચમાં મુંબઈની ટીમ જીતના પાટા પરથી ઉતરી ગઈ હતી. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. IPL 2023માં હાર્દિક પંડ્યાની ટીમ અત્યાર સુધી 6 મેચ રમી છે જેમાંથી 4માં જીત અને 2માં હાર થઈ છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાતની ટીમ ચોથા અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા ક્રમે છે.

ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગ્યે ટોસ થશે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. જેનું ટેલિકાસ્ટ વિવિધ ભાષાઓમાં થશે. આ સિવાય જે યુઝર્સ JIO CINEMA એપનું સબસ્ક્રિપ્શન ધરાવે છે તેઓ તેમના મોબાઈલ ફોન પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ફ્રીમાં મેચનો આનંદ લઈ શકે છે.

ગુજરાત ટાઇટન્સ 

હાર્દિક પંડ્યા (કે.), શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જોશ લિટલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા (વિકેટ), આર સાઈ કિશોર , સાઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, દાસુન શનાકા, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યુ વેડ, જયંત યાદવ, યશ દયાલ.

મુંબઈ ઈન્ડિયન્સ 

રોહિત શર્મા (કેપ્ટન), જોફ્રા આર્ચર, અરશદ ખાન, જેસન બેહનડોર્ફ, ડેવાલ્ડ બ્રુઈસ, પીયૂષ ચાવલા, ટિમ ડેવિડ, રાઘવ ગોયલ, કેમેરોન ગ્રીન, ઈશાન કિશન (વિકેટમેન), ડુઆન જેનસેન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, રમણદીપ સિંહ, સંદીપ વૉરિયર, હૃતિક શોકીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અર્જુલ તેંડુલકર, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ.

આ પણ વાંચો : WTC ફાઈનલ: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત, રહાણેની વાપસી, સૂર્યકુમાર આઉટ

Back to top button