- દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો
- લોકેશ રાહુલ હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે વિજય શરૂઆત કરશે
- કેપ્ટન તરીકે ડેવિડ વોર્નર લખનઉ સુપર જાયન્ટ સામે આક્રમક બેટિંગ કરશે
IPL 2023ની સિઝનની ત્રીજી મેચ લખનઉ ખાતે યોજાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા લોકેશ રાહુલ આજે અહીં IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે બેટ સાથે લય હાંસલ કરવાની સાથે તેની કેપ્ટનશીપની કુશળતા સાબિત કરવા માટે એક પડકાર હશે. લખનઉની ટીમ પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. રાહુલની કેપ્ટનશીપ હેઠળની ટીમ ગયા વર્ષે લીગની તેમની શરૂઆતની સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ રાહુલનું બેટ છેલ્લા કેટલાક સમયથી અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી.
બીજીતરફ રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમ માટે ટ્રોફી જીતવાની સંભાવનાઓને ફટકો પડ્યો છે, પરંતુ તેમની પાસે કેપ્ટન તરીકે ડેવિડ વોર્નર જેવો આક્રમક ઓપનર છે. સનરાઇઝર્સ હૈદરાબાદને ટાઇટલ અપાવનાર વોર્નર દિલ્હી માટે પણ આવી જ સફળતા હાંસલ કરવા ઇચ્છશે. જોકે કોચ રિકી પોન્ટિંગની ટીમ વોર્નર કરતાં મિચેલ માર્શ પાસેથી વધુ અપેક્ષા રાખશે. માર્શે ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 12 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : IPL 2023 : ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંહ ધોનીને પગે લાગ્યો, જાણો પછી શું થયું
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગનો નિર્ણય
આજે સાંજે 07.૩૦ કલાકે લખનઉ સુપર જાયન્ટ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગનો નિર્ણયનો નિર્ણય કર્યો છે. જેમાં કેએલ રાહુલ પોતાની ટીમને જીતાડવાની પૂરો પ્રયત્ન કરશે જયારે બીજી બાજુ વોર્નર પણ પોતાની કેપ્ટનશીપ અને આક્રમક બેટિંગથી વિરોધી ટીમને હરાવવાનો પૂરો પ્રયત્ન કરશે. થોડા સમયમાં મેચ શરૂ થશે. દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : IPL પહેલા વિરાટ કોહલીએ શેર કરી માર્કશીટ, જાણો 10માં કેટલા માર્ક્સ મળ્યા?
લખનઉ સુપર જાયન્ટ પ્લેયિંગ 11
કેએલ રાહુલ (સી), કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (ડબલ્યુ), આયુષ બદોની, માર્ક વૂડ, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન
દિલ્હી કેપિટલ્સ પ્લેયિંગ 11
ડેવિડ વોર્નર (સી), પૃથ્વી શો, મિશેલ માર્શ, રિલી રોસો, સરફરાઝ ખાન (ડબલ્યુ), રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર