IPL 2023માં બંને ટીમોની આ બીજી ટક્કર છે. આ પહેલા 1 એપ્રિલના રોજ બંને વચ્ચે રમાયેલી પ્રથમ મેચ પંજાબનો ડકવર્થ-લુઈસ નિયમથી વિજય થયો હતો.
પંજાબનો ટોસ જીતીને બેટિંગનો નિર્ણય
IPL 2023 જોરદાર ઉત્સાહ સાથે ચાલી રહેલ છે એવામાં પંજાબનો ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈડન ગાર્ડન ખાતે 7.30 વાગ્યે મેચ શરુ થશે. બંને ટીમ પાસે વિજય એકમાત્ર વિકલ્પ છે અને હારવાની મનાઈ છે. કારણ કે હવે હારવાનો અર્થ એ થશે કે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જવું. પંજાબ કે કોલકાતા બંને ટીમમાંથી કોઈ ટીમને હરવું ગમશે નહિ પરંતુ બંનેમાંથી એક ટીમ પ્લે ઓફમાંથી બહાર થશે તે નક્કી છે. હાલમાં બંને ટીમોનું ધ્યાન વધુ સારું પ્રદર્શન કરવા પર રહેશે.
આ પણ વાંચો : લો સ્કોરિંગ મેચમાં ગંભીર, વિરાટ અને નવીનનો હાઈવોલ્ટેજ ડ્રામા, IPLએ કરી મોટી કાર્યવાહી
કરો યા મરોની સ્થિતિ
પંજાબ અને કોલકાતા વચ્ચે આજે કરો યા મરોની સ્થિતિ છે બંને વચ્ચેની આ રોમાંચક મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. મેદાનની વાત કરીએ તો આ મેદાન પર કોલકાતા માટે ખાટો-મીઠો અનુભવ રહ્યો છે. મતલબ કે હોમ ગ્રાઉન્ડ હોવા છતાં તેણે મેચ જીતી છે અને હાર પણ છે. એટલે કે પંજાબ કિંગ્સ પાસે ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવાની પૂરી તક રહેશે.
આ પણ વાંચો : GTએ KKR પાસેથી લીધો અગાઉની હારનો બદલો, છઠ્ઠી જીત મેળવી
પોઈન્ટ ટેબલમાં સ્થાન
IPL 2023માં બધી મેચ રોમાંચક બની રહી છે ત્યારે આજે થનાર મેચની બંને ટીમના પોઈન્ટ ટેબલના સ્થાનની વાત કરીએ તો પંજાબની ટીમ 10 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે છે. બીજીબાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ 10 મેચમાં 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. બંને વચ્ચે 2 પોઈન્ટનું અંતર છે. આ બંનેની સિઝનમાં આ 11મી મેચ હશે. આ દૃષ્ટિએ પણ આ મેચ ખૂબ મહત્વની છે.
આ પણ વાંચો : IPL 2023 : બેંગ્લોરને 7 વિકેટે હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખતું દિલ્હી
શું છે બંને ટીમનું ગણિત
તમને જણાવી દઈએ કે IPL 2023માં બંને ટીમોની આ બીજી ટક્કર છે. આ પહેલા 1 એપ્રિલના રોજ તેમની વચ્ચે રમાયેલી પ્રથમ મેચ પંજાબના નામે રહી હતી એટલે કે ડકવર્થ-લુઈસ નિયમથી પંજાબનો વિજય થયો હતો. પંજાબ ભલે છેલ્લી મેચ જીતી ગયું હોય, પરંતુ IPLમાં પંજાબ કરતા કોલકાતાનો રેકોર્ડ વધુ સારો છે. તમને જણાવી દઈએ કે IPLમાં બંને વચ્ચે અત્યાર સુધી 31 મેચ રમાઈ છે, જેમાં કોલકાતાએ 20 મેચ જીતી છે જ્યારે પંજાબે 11 મેચ જીતી છે.
બંને ટીમની અંતિમ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (સી), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, શિખર ધવન (સી), ભાનુકા રાજપક્ષા, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટમાં), સેમ કુરાન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.