- ઇડન ગાર્ડન્સના મેચમાં LSGનો 1 રનથી વિજય
- 177 રનના ટાર્ગેટને KKR ચેઝ ન કરી શકી
- રીંકુ સિંહની ફરી એકવાર શાનદાર ઇનિંગ્સ રહીં
IPL 2023 અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે આજે લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને એક રનથી હરાવીને આઈપીએલ 2023ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં લખનૌએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ રિંકુ સિંહની અડધી સદીની ઈનિંગ્સ છતાં તે લક્ષ્ય સુધી પહોંચી શક્યું ન હતું. આ જીત છતાં લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સથી આગળ નીકળી શકી ન હતી અને ત્રીજા સ્થાને રહી હતી. CSKનો નેટ-રનરેટ લખનૌ કરતા સારો હતો. હવે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 23 મેના રોજ ટકરાશે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સે એલિમિનેટર મેચ (24 મે)માં ભાગ લેવો પડશે.
કોલકાતા નાઈટ રાઈડર્સની વિકેટ આ રીતે પડી:
પ્રથમ વિકેટ – વેંકટેશ ઐયર 24 રન (61/1)
બીજી વિકેટ – નીતિશ રાણા 8 રન (78/2)
ત્રીજી વિકેટ – જેસન રોય 45 રન (82/3)
ચોથી વિકેટ – રહેમાનુલ્લા ગુરબાઝ (108/4)
પાંચમી વિકેટ – આન્દ્રે રસેલ 7 રન (120/5)
છઠ્ઠી વિકેટ – શાર્દુલ ઠાકુર 3 રન (134/6)
સાતમી વિકેટ – સુનિલ નારાયણ 1 રન (136/7)
લખનૌ સુપર જાયન્ટ્સની આ રીતે પડી વિકેટઃ (176/8)
પ્રથમ વિકેટ – કરણ શર્મા 3 રન (14/1)
બીજી વિકેટ – પ્રેરક માંકડ 26 રન (55/2)
ત્રીજી વિકેટ – માર્કસ સ્ટોઇનિસ 0 રન (55/3)
ચોથી વિકેટ – કૃણાલ પંડ્યા 9 રન (71/4)
પાંચમી વિકેટ – ક્વિન્ટન ડિકોક 28 રન (73/5)
છઠ્ઠી વિકેટ – આયુષ બદોની 25 રન (147/6)
સાતમી વિકેટ – નિકોલસ પૂરન 58 રન (159/7)
આઠમી વિકેટ – રવિ બિશ્નોઈ 2 રન (162/8)