IPL-2023સ્પોર્ટસ

IPL 2023: હૈદરાબાદે પંજાબ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Text To Speech
  • IPL 2023 માં આજે પંજાબ- હૈદરાબાદ વચ્ચે મુકાબલો
  • હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • સિઝનમાં અત્યાર સુધી બંને ટીમો 2-2 મેચ રમી

IPLની 16મી સીઝનની 14મી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો કરી રહી છે. બંને ટીમો વચ્ચેની આ રોમાંચક મેચ હૈદરાબાદ ટીમના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમો 2-2 મેચ રમી છે, જેમાં પંજાબે પોતાની બંને મેચ જીતી છે જ્યારે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, અદીન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો યાનસીન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન.

પંજાબ કિંગ્સ

શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કરણ, નાથન એલિસ, મોહિત રાઠી, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

પંજાબ સામે અત્યાર સુધી હૈદરાબાદની ટીમનો દબદબો 

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે ભલે આ સિઝનની શરૂઆત સારી રહી ન હોય, પરંતુ આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ સામે ટીમનો દબદબો જોવા મળ્યો છે. બંને ટીમો એકબીજા સામે અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમી છે જેમાંથી હૈદરાબાદની ટીમ 13માં જીતી છે જ્યારે પંજાબની ટીમ માત્ર 7 મેચ જીતી શકી છે.

વર્તમાન સિઝનમાં પોઈન્ટ ટેબલ પર બંને ટીમોની સ્થિતિ વિશે વાત કરીએ તો પંજાબની ટીમ 4 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 10મા સ્થાને છે. પંજાબ કિંગ્સની ટીમ આ મેચમાં ફરી એકવાર તેના કેપ્ટન શિખર ધવન પાસેથી શાનદાર ઇનિંગની અપેક્ષા રાખશે, જે તેણે પ્રથમ 2 મેચમાં દેખાડ્યું છે.

આ પણ વાંચો : દેશમાં વાઘની ગણતરીનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા આંકડા

Back to top button