IPL-2023ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 GT vs LSG : લો સ્કોરિંગ મેચમાં ગુજરાતનો ભવ્ય વિજય, લખનૌને 7 રનથી હરાવ્યું

Text To Speech

 

  • પહેલા બેટિંગ કરતા GT એ 136 રન કર્યા
  • LSG માત્ર 128 રન જ બનાવી શકી
  • મોહિત શર્મા રહ્યો મેચનો હીરો

IPL 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને સાત રનથી હરાવ્યું હતું. 22 એપ્રિલ (શનિવાર)ના રોજ એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌને જીતવા માટે 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે સાત વિકેટે 128 રન જ બનાવી શકી હતી. ગુજરાતની જીતનો હીરો મોહિત શર્મા હતો, જેણે છેલ્લી ઓવરમાં લખનૌને 12 રન બનાવવા દીધા ન હતા. આ જીત છતાં ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે યથાવત છે.

પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી

લક્ષ્યનો પીછો કરતા લખનૌની શરૂઆત શાનદાર રહી હતી અને કેએલ રાહુલે કાયલ મેયર્સ સાથે પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. રાહુલે ઇનિંગની પહેલી ઓવર મેડન રમી હતી, પરંતુ તે પછી તે પૂરા રંગમાં જોવા મળ્યો હતો. રશીદ ખાને કાયલ મેયર્સને બોલ્ડ કરીને ગુજરાતને પ્રથમ સફળતા અપાવી હતી. મેયર્સે 19 બોલમાં 24 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

2 વિકેટ પડતા જ લખનૌ 100 પાર હતું

આ પછી ગુજરાતને મેચમાં વાપસી કરવા માટે સતત વિકેટની જરૂર હતી, પરંતુ આ શક્ય બન્યું ન હતું. કૃણાલ પંડ્યા અને કેએલ રાહુલે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરીને લખનૌને 100ની પાર પહોંચાડી હતી. નૂર અહેમદ દ્વારા આઉટ થયેલા કૃણાલે 23 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કૃણાલના આઉટ થયા બાદ નિકોલસ પૂરન પણ નૂર અહેમદનો શિકાર બન્યો હતો.

4 વર્ષ પછી શર્માની વાપસી થઈ

ઉલ્લેખનીય છે કે મોહિત શર્મા ચાર વર્ષના લાંબા સમય બાદ IPLમાં પરત ફર્યો છે. મોહિત શર્માને કોઈ પરિચયની જરૂર નથી અને તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. 34 વર્ષીય મોહિતે 26 ODI અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 37 વિકેટ લીધી છે.

 

Back to top button