IPL-2023સ્પોર્ટસ

IPL 2023 GT vs LSG: ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર બ્રધર્સ કેપ્ટન આમને-સામને, LSGનો ટોસ જીતી બોલિંગનો નિર્ણય

Text To Speech

આજે બપોરે IPL 2023માં યોજાનારી મેચમાં પહેલીવાર એવું બન્યું જે ક્રિકેટ ઈતિહાસમાં આજ સુધી બન્યું નથી. IPLમાં પહેલીવાર બે ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સામે ટકરાશે. KL રાહુલની ઈજા બાદ કૃણાલ લખનઉની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

IPL 2023ની પ્રથમ મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પંડ્યા બ્રધર્સ આમને-સામને થશે. KL રાહુલની ઈજા બાદ કૃણાલ લખનઉની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ક્રિકેટ ઇતિહાસમાં ભાઈઓની આ પહેલી જોડી કેપ્ટન છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો : T20 WC: હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે રચ્યો ઈતિહાસ, T20માં આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2023ની 51મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે જેમાં લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. લખનઉની ટીમમાં KL રાહુલને ઈજા થતાં કૃણાલ પંડયાને ટીમની કેપ્ટનશીપની જવાબદારી આપવામાં આવી છે. કૃણાલ આ મેચ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો : આ ભારતીય મહિલાએ રચી દીધો ઈતિહાસ, ટી-20માં આવું કરનારી પહેલી ભારતીય ક્રિકેટર

ગુજરાત દબદબો

IPL 2023માં, ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 10 માંથી 7 મેચ જીતી છે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને 5 મેચ જીતી છે જ્યારે એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. બંને ટીમો અત્યાર સુધીમાં IPLમાં 3 વખત આમને-સામને આવી છે અને ત્રણેય વખત ગુજરાત જીત્યું છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે કરી સંન્યાસની જાહેરાત, છોકરી સાથેના અશ્લીલ ફોટાને કારણે છોડવી પડી કેપ્ટનશીપ !

લખનઉ પર જાયન્ટ્સ તરફથી કાયલ મેયર્સે આ IPLમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે માત્ર 10 મેચમાં 311 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગીલેથીધુ માં 375 રબનાવ્યા છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ અત્યાર સુધીમાં 18 વિકેટ ઝડપી છે. બિશ્વોઈએ લખનઉ માટે 10 મેચમાં 12 વિકેટ લીધી છે.

બંને ટીમોની અંતિમ-11

ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા (વિકેટ), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડિકોક (wk), કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા (c), માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.

Back to top button