IPL-2023સ્પોર્ટસ

IPL 2023 GT vs KKR : ગુજરાતના બેટ્સમેન અને કલકત્તાના મિસ્ટ્રી સ્પિનર્સ વચ્ચે ટક્કર, ગુજરાતનો ટોસ જીતી બેટિંગનો નિર્ણય

  • ગુજરાત ટાઇટન્સની સતત ત્રીજી જીત પર નજર રહેશે
  • હાર્દિક પંડ્યાને આરામ, રાશિદ ખાન ગુજરાતનો કેપ્ટન
  • કલકત્તાના વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને સુયશ શર્મા ફોર્મમાં

આજે ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામશે ત્યારે ગુજરાત ટાઇટન્સની સતત ત્રીજી જીત પર નજર રહેશે. બીજી તરફ, કોલકાતા એ સાબિત કરવા માંગશે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની તેની જીત કોઈ તુક્કો નહોતી. આ મેચ ગુજરાતના ફોર્મમાં રહેલા બેટ્સમેન અને કોલકાતાના ફોર્મમાં રહેલા મિસ્ટ્રી સ્પિનરો વચ્ચે રમાશે. આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, વિજય શંકર અને રાહુલ તેવટિયાથી સજ્જ ગુજરાતની ટીમ કોલકાતાના વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને સુયશ શર્મા સામે કેવી રીતે ટકરાશે.

ગુજરાતે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. આજની મેચમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને રાશિદ ખાન ગુજરાતબી કેપ્ટનશીપ કરશે. ગુજરાતના પ્રથમ બેટિંગથી શુભમન ગિલ સારા ફોર્મમાં છે અને સારી શરૂઆત આપે તેવી ગુજરાતની ટીમની અપેક્ષા હશે તેમજ વધુ સ્કોર થઇ શકે છે.

આ પણ વાંચો : IPL વચ્ચે પૃથ્વી શૉની વધી મુશ્કેલી, સપના ગિલે નોંધાવી FIR

ગુજરાતની ટીમ ફોર્મમાં છે

ગુજરાતની ટીમ માત્ર ઘરઆંગણે જ નહી પરંતુ બહાર પણ સારૂ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે અને તેણે છેલ્લી 2 મેચમાં પોતાના પ્રદર્શનથી તે સાબિત કર્યું છે. પ્રથમ મેચમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે 36 બોલમાં 63 રન ફટકારીને ચેન્નાઈ સામે 5 વિકેટથી જીત મેળવી હતી. સાઈ સુદર્શને દિલ્હી સામે 48 બોલમાં 62 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : RCBની મોટી જીત પર વિરાટ કોહલીએ કહ્યું- ‘IPLની પહેલી મેચ અને આવું પ્રદર્શન…’

બોલિંગની વાત કરીએ તો ગુજરાત પાસે મોહમ્મદ શમી, કેપ્ટન હાર્દિક પંડ્યા, અલઝારી જોસેફ અને અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન છે. કોલકાતા માટે આ મેચ આસાન રહેવાની નથી. 23 વર્ષીય શુભમન ગિલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

આ ખેલાડીઓ એક્સ-ફેક્ટર હોઈ શકે છે

ગિલની સાથે, ઓપનિંગ પાર્ટનર રિદ્ધિમાન સાહા છે, ગજરાતને સારી શરૂઆત અપાવી શકે છે. સુદર્શને અત્યાર સુધીમાં 7 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 2 સદી ફટકારી છે અને તમિલનાડુ માટે તેનો શ્રેષ્ઠ સ્કોર 179 રન છે. IPL તેમના માટે તેમની પ્રતિભા દર્શાવવાનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. બીજીબાજુ રાહુલ તેવટિયા મોટી હિટ લગાવવામાં મહેર છે, જ્યારે રાશિદ ખાન બોલિંગ સાથે બેટિંગ પણ સારૂ કરી જાણે છે. વધુમાં ડેવિડ મિલર પણ ટીમમાં સામેલ થયો છે જેણે દિલ્હી કેપિટલ્સ સામે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2023: મેચમાં હવે વિરોધના પોસ્ટર હશે તો થશે કડક કાર્યવાહી, દર્શકો માટે જાહેર કરી ચેતવણી

જેસનના આવવાથી કોલકાતાની બેટિંગ મજબૂત બની છે

કોલકાતાએ કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા અને બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની વાપસી બાદ જેસન રોયનો સમાવેશ કરીને પોતાની બેટિંગને મજબૂત બનાવી છે. જોવાનું એ રહે છે કે ટીમ ઈંગ્લેન્ડના જેસન રોયને ઓપનિંગમાં કેવી રીતે ફિટ કરે છે, જ્યારે અફઘાનિસ્તાનનો રહેમાનુલ્લા ગુરબાઝ ટોપ પર સારો દેખાવ કરી રહ્યો છે. ગુરબાજે RCB સામે અડધી સદી ફટકારી હતી. શાર્દુલ ઠાકુરે RCB સામે 81 રનની જીતમાં અડધી સદી ફટકારી હતી. વરુણ ચક્રવર્તીએ 15 રનમાં 4 અને દિલ્હીના 19 વર્ષના સુયશે 30 રનમાં ૩ વિકેટ લીધી હતી. છેલ્લી મેચના પ્રદર્શન બાદ કેપ્ટન નીતિશ રાણાનું મનોબળ પણ વધી ગયું હશે.

આ પણ વાંચો : IPL 2023 : ભારતના ત્રણ સહિત 10 કોચની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગશે

બંને ટીમોના પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (wk), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (C), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ.

ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યશ દયાલની જગ્યાએ વિજય શંકર બેટિંગ કરવા આવી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (wk), એન જગદીશન, નીતિશ રાણા (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયંશ શર્મા, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે વેંકટેશ અય્યર અથવા મનદીપ સિંહની જગ્યાએ સુયશ શર્મા બોલિંગ માટે આવી શકે છે.

Back to top button