IPL 2023નો આજથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ મેચમાં ડેફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો મુકાબલો ચેન્નાઇ સુપરકિંગ સાથે હતો. આ પ્રથમ મેચમાં જ જીત મેળવી ગુજરાતે વિજયી પ્રારંભ કર્યો છે. ગુજરાતની 5 વિકેટે શાનદાર જીત થઈ છે.
ચેન્નાઈએ ટોસ હાર્યા બાદ 178 રન માર્યા
આઈપીએલની 16મી સિઝનનો આજથી પ્રારંભ થયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ગુજરાત સામે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ધોનીએ છેલ્લી ઓવરમાં સિક્સ અને ફોર માર્યા
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાત બોલમાં 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.