અમદાવાદગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 GT vs CSK : ટોસ હાર્યા બાદ ચેન્નાઇએ ગુજરાતને આપ્યો 179 રનનો ટાર્ગેટ, ગાયકવાડ સદી ચુક્યો

Text To Speech
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ
  • ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
  • ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા

આઈપીએલની 16મી સિઝનનો આજથી પ્રારંભ થયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ગુજરાત સામે 179 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ધોનીએ છેલ્લી ઓવરમાં સિક્સ અને ફોર માર્યા

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાત બોલમાં 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.

Back to top button