IPL 2023 Final: વરસાદના કારણે ફાઈનલ પર સંકટ, વાંચો વરસાદ માટે IPL મેચમાં શું છે નિયમ?
આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી ફાઇનલ મેચ વરસાદને કારણે શરૂ થઇ શકી નથી. ફાઈનલને લઈને રિઝર્વ ડેનો નિયમ પણ છે.
IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદના કારણે મેચમાં વિલંબ થઈ રહ્યો છે. આ મેચ આજે રવિવારે સાંજે 7.30 કલાકે શરૂ થવાની હતી.
પરંતુ રાત્રે 9:00 વાગ્યા સુધી શરૂ થઈ શકી નથી. IPLની અંતિમ ઓવરને લઈને રિઝર્વ ડેનો નિયમ બનાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં વરસાદના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર કવર લગાવવામાં આવ્યા છે. જો રાત્રે 9.35 વાગ્યા સુધીમાં વરસાદ બંધ થઈ જાય તો ઓવર કાપ્યા વિના મેચ રમી શકાશે. જો વરસાદ નહીં અટકે તો રાત્રે 12.06 વાગ્યા સુધી 5-5 ઓવરની મેચ રમાશે.
મહત્વનું છે કે જો વરસાદને કારણે 5-5 ઓવરની મેચ પણ ન રમાય તો સુપર ઓવરનો નિયમ છે. જો આ પણ શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે પર રમાશે. સોમવારનો દિવસ IPL 2023ની ફાઈનલ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
IPLની આ સિઝનની બીજી ક્વોલિફાયર પણ અમદાવાદમાં રમાઈ હતી. તે દિવસે પણ વરસાદ પડ્યો હતો. પરંતુ મેચ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. આજે પણ ચાહકો વરસાદ અટકવાની રાહ જોઈ રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ચેન્નાઈ 4 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે એકવાર ટાઇટલ જીત્યું છે. ગુજરાત સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે.
આ પણ વાંચો: IPL 2023 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ અને ગુજરાત ટુર્નામેન્ટ ફતેહ કરવા રમશે