IPL-2023સ્પોર્ટસ

IPL 2023 : આજે ચેમ્પિયન ગુજરાત સામે દિલ્હીની ટક્કર, જાણો ક્યા ખેલાડીઓ પર રહેશે નજર

  • સાંજે 7.30 કલાકે ગુજરાત અને દિલ્હી વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળશે
  • દિલ્હી કેપિટલ્સ માટે બોલિંગ અને ફિલ્ડિંગ ચિંતાનો વિષય
  • ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પર રહેશે નજર

આજે સાંજે 7.30 કલાકે ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળશે. દિલ્હી કેપિટલ્સ માટે IPL-16 ની શરૂઆત અપેક્ષા મુજબ નથી રહી. લખનઉ સુપરજાયન્ટ્સ સામે ન તો તેના બોલરોએ સારુ પ્રદર્શન કર્યું કે ન બેટ્સમેનોએ તાકાત બતાવી. હજુ તો આ ટુર્નામેન્ટની માત્ર શરૂઆત છે, પરંતુ દિલ્હીની સામે મુસીબતોનો પહાડ છે. નિયમિત કેપ્ટન ઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હીને લખનઉ સામે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ત્જે અને લુંગી એનગિડીનો સાથ પણ મળ્યો ન હતો. આવી સ્થિતિમાં આજે તેની ટક્કર ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થવાનો છે.

કેપ્ટન ડેવિડ વોર્નર, મિશેલ માર્શ ઉપરાંત ટીમમાં સામેલ ભારતીય ઝડપી બોલરોએ દિલ્હીને જીતના ટ્રેક પર વાપસી કરવા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે. જ્યારે નોર્ત્જે અને એનગિડી બંને ગુજરાત સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. તેનાથી ટીમ મજબૂત બનશે.

આ પણ વાંચો : ગુજરાત: IPL શરૂ થયાની સાથે સટ્ટોડીયાઓ સક્રિય, કારમાં અડ્ડો બનાવ્યો

પોન્ટિંગે બોલરોના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરી છે

લખનઉ સામે 50 રનની હાર બાદ ટીમના કોચ રિકી પોન્ટિંગે પ્રથમ 4 ઓવરમાં બોલિંગ અને ફિલ્ડિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી. નોર્ત્જેની ગેરહાજરીમાં, દિલ્હીએ ચેતન સાકરિયા, મુકેશ કુમાર અને ખલીલ અહેમદ જેવા ડાબેરી મધ્યમ ઝડપી બોલરોને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. ચેતન અને મુકેશ અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા, જ્યારે ખલીલની ફિલ્ડિંગ ટીમને મોંઘી પડી. ગુજરાત પાસે જબરદસ્ત ફોર્મમાં રહેલો શુભમન ગિલ આ પ્રકારની બોલિંગના છોતરા કાઢી શકે છે. આજની મેચમાં દિલ્હીને નોર્ત્જે અને એનગિડીની સેવાઓ મળવાની અપેક્ષા છે. તે ઉપરાંત તેની પાસે આજની મેચ માટે ઈશાંત શર્મા અને મુસ્તાફિઝુર રહેમાનનો વિકલ્પ પણ છે.

આ પણ વાંચો : RCBની મોટી જીત પર વિરાટ કોહલીએ કહ્યું- ‘IPLની પહેલી મેચ અને આવું પ્રદર્શન…’

પૃથ્વી, સરફરાઝ ફોર્મમાં પરત ફરે તેવી અપેક્ષા

માર્શ ઉપરાંત દિલ્હીને પૃથ્વી શો અને પ્રથમ વખત વિકેટકીપરની ભૂમિકા ભજવી રહેલા સરફરાઝ ખાન પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. પૃથ્વી શૉ પહેલા જ IPLમાં બતાવી ચુક્યો છે કે જ્યારે તેનું બેટ ફરે છે ત્યારે દિલ્હી મોટો સ્કોર કરે છે. પૃથ્વી શૉની વિશેષતા એ છે કે તે પાવરપ્લેમાં વિપક્ષી બોલરો છોતરા કાઢી નાખવાની ક્ષમતા ધરાવે છે. તે લખનઉ સામે પણ સારુ પ્રદર્શન કરી શક્યો નહી. બીજીબાજુ, સરફરાઝને ભારતીય ટીમમાં સામેલ ન કરવાને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે, પરંતુ ઝડપી બોલરો સામે તેની નબળાઈ સામે આવી છે. સરફરાઝ નવી ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં તેની પાસે આ IPL દ્વારા ફરી એકવાર પોતાને સાબિત કરવાનો પડકાર છે.

આ પણ વાંચો : પાર્થિવ પટેલે કરી મોટી ભવિષ્યવાણી : IPLમાં 600થી વધુ રન બનાવશે આ ખેલાડી

શુભમન ગિલનું ફોર્મ ગુજરાતની તાકાત છે

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ગુજરાતને માફક આવી રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈને હરાવ્યા બાદ તેનો ઉત્સાહ વધારે છે. જોકે, ડેવિડ મિલર પ્રથમ બે મેચ માટે હાજર નથી. બીજીબાજુ, કેન વિલિયમસન બહાર થયા બાદ પણ તેને આંચકો લાગ્યો છે. આમ છતાં મોહમ્મદ શમી અને અલઝારી જોસેફની ફાસ્ટ બોલરોની જોડી ટીમને સંતુલનમાં બનાવી રાખે છે. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની જોડીએ ગુજરાતને ચેન્નાઈ સામે શાનદાર શરૂઆત અપાવી હતી. ગિલની ઇનિંગ્સે જ ગુજરાતને જીતનો રસ્તો બતાવ્યો હતો.

આ પણ વાંચો : સારા vs સારામાં કેવી રીતે ફસાયો શુભમન ગીલ

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, રોવમેન પોવેલ, અમન ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, એનરિચ નોર્ત્જે, ખલીલ અહેમદ/મનીષ પાંડે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, જોશુઆ લિટલ, મોહમ્મદ શમી, યશ દયાલ/સાઈ સુદર્શન.

Back to top button