આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આજની મેચ ઘણી મહત્વની રહેશે.
આજે IPLમાં દિલ્લી અને બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાશે. ડેવિડ વોર્નર અને ફાફ ડુ પ્લેસિસ IPL 2023માં બીજી વખત ટકરાશે. IPLના આ બંને કેપ્ટનની ટીમો મજબૂત દેખાઈ રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાંથી દિલ્હી કેપિટલ્સે 3 અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 મેચ જીતી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફમાં પ્રવેશની નજીક પહોંચવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે, ત્યારે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની રેસમાં પાછળ ન પડવા માટે કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે.
આ પણ વાંચો : ઋષભ પંતે સાઈડ સ્ટીક ઘા કરી, અકસ્માત બાદ પ્રથમ વખત વગર ટેકાએ ચાલતો જોવા મળ્યો
બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં છેલ્લા સ્થાને છે. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5 નંબર પર છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન ફાફ ડુ પ્લેસીસના હાથમાં રહેશે જ્યારે દિલ્હી કેપિટલ્સની કમાન ડેવિડ વોર્નર સંભાળશે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ હાલમાં 9 મેચમાં 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ટીમને બાકીની તમામ 5 મેચ જીતવી પડશે. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.
આ પણ વાંચો : પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા ફરી સાથે જોવા મળ્યા, અભિનેત્રી AAP સાંસદ સાથે IPL મેચ જોવા પહોંચી
આ ખેલાડીઓ પર રહેશે નજર
વિરાટ કોહલી
વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી સૌથી વધુ રન બનાવી બીજા ક્રમે છે. વિરાટ કોહલીએ 364 રન બનાવ્યા છે જેમાં 5 અડધી સદી સામેલ છે. આ મેચમાં વિરાટ કોહલી પોતાના બેટથી આક્રમક બેટિંગ કરી શકે છે.
ફાફ ડુ પ્લેસિસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ રન બનાવવામાં પ્રથમ ક્રમે છે. ફાફ ડુ પ્લેસિસે 9 મેચમાં 466 રન બનાવ્યા છે. આ મેચમાં ટીમને તેમની પાસેથી સારી શરૂઆતની આશા છે.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ ખૂબ જ વિસ્ફોટક બેટ્સમેન છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ગ્લેન મેક્સવેલે 9 મેચમાં 262 રન બનાવ્યા છે અને 3 વિકેટ લીધી છે. આ પીચ બેટ્સમેન માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં ગ્લેન મેક્સવેલ આજની મેચમાં ઝડપી રન બનાવી શકે છે.
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 15 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજ આ મેચમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે.
ડેવિડ વોર્નર
દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 308 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નરે 8માંથી 4 મેચમાં અડધી સદી ફટકારી છે. ડેવિડ વોર્નર આ મેચમાં સારું પ્રદર્શન કરી શકે છે.
અક્ષર પટેલ
અક્ષર પટેલે પોતાની ટીમ માટે અત્યાર સુધીમાં 238 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે. આ મેચમાં પણ અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
ઈશાંત શર્મા
ઈશાંત શર્મા ખૂબ જ પ્રતિભાશાળી ફાસ્ટ બોલર છે. અત્યાર સુધી તેણે પોતાની ટીમ માટે 6 વિકેટ ઝડપી છે. આ મેચમાં પણ ઈશાંત શર્મા દિલ્હીની ટીમ માટે સારો વિકલ્પ સાબિત થશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલે રોસોઉ/મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, રિપલ પટેલ, અક્ષર પટેલ, અમન ખાન, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, હર્ષલ પટેલ.