IPL 2023ની 55મી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને થશે. ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ જામશે.
IPL 2023 ની 55મી લીગ મેચ આજે (10 મે) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ દ્વારા ચેન્નાઈ તેની 12મી મેચ રમશે, દિલ્હી તેની 11મી મેચ રમશે. આ મેચ બંને ટીમો માટે મહત્વની રહેશે. ચાલો જાણીએ કે આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશનમાં શું ફેરફાર જોવા મળી શકે છે.
IPL 2023માં બંને વચ્ચે આ પ્રથમ મુકાબલો
આ મેચ જીતીને ચેન્નાઈ પ્લેઓફની નજીક જવા માંગશે, જ્યારે દિલ્હી આ મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખવાનો પ્રયત્ન કરશે. IPL 2023માં બંને વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે. બીજી તરફ બંને ટીમોની છેલ્લી મેચની વાત કરીએ તો બંને ટીમનો વિજય થયો છે. ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, જ્યારે દિલ્હીએ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું. આવી સ્થિતિમાં બંને ટીમો પોતાના વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાન પર જોવા મળી શકે છે.
બંને ટીમોનું પ્રદર્શન
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો સર્વોચ્ચ સ્કોર 198 રન છે જ્યારે સૌથી ઓછો સ્કોર 83 રન છે. દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 222 રન છે, જ્યારે સૌથી ઓછો સ્કોર 110 રન છે, બંને ટીમો વચ્ચે આજે જબરજસ્ત ટક્કર જોવા મળશે.
બંને ટીમોની સંભવિત અંતિમ-11
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિચેલ માર્શ, રિલે રોસો, મનીષ પાંડે, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.
ચેન્નાઈ સુપર કિંગ્સ : રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), અંબાતી રાયડુ, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના.