- ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું
- ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા
- કોલકાતાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા
IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શિવમ દુબેએ 21 બોલમાં 50 રન અને ડેવોન કોનવેએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 186 રન બનાવી શકી હતી. જેસન રોયે 26 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આ સાથે જ રિંકુ સિંહે 33 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી.
A convincing 4️⃣9️⃣-run win for @ChennaiIPL in Kolkata ????????
They move to the ???? of the Points Table ????
Scorecard ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/u7LJLGwKyC
— IndianPremierLeague (@IPL) April 23, 2023
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. સાત મેચમાં પાંચ જીત અને બે હાર સાથે તેના 10 પોઈન્ટ છે. આ સાથે જ કોલકાતાની ટીમના સાત મેચમાં બે જીત અને પાંચ હાર સાથે ચાર પોઈન્ટ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
આ પણ વાંચો : હાશ ! ગુજરાતમાં TET-2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ