- IPL 2023 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ વિરુધ દિલ્હી કેપિટલ્સ
- રાજસ્થાન રોયલ્સ ઓપનર જોસ બટલરે ઝડપી ઇનિંગ રમતા 79 રન
- દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી
આજે IPL 2023 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાનની શરૂઆત ખૂબ જ હતી. રાજસ્થાને તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું. જો કે આ પછી રાજસ્થાનને પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આજે રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 200 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો
Orange cap holder in IPL 2023 – Jos Buttler ???? pic.twitter.com/3BUnpgo2aw
— Johns. (@CricCrazyJohns) April 8, 2023
આ પણ વાંચો : બટલર ‘જોશ’માં આવી ગયો તો નક્કી કોહલીનો આ રેકોર્ડ તોડી નાંખશે!
સંજુ સેમસન અને ડેવિડ વોર્નર આમને-સામને
આજે IPL 2023 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ગુવાહટીમાં રમાઈ રહી છે. રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. રાજસ્થાને તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું. જો કે આ પછી રાજસ્થાનને પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે દિલ્હી કેપિટલની વાત કરીએ તો દિલ્હીએ 2 મેચ રમી છે અને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજની રોમાંચક મેચમાં સંજુ સેમસન અને ડેવિડ વોર્નર આમને-સામને છે.
આ પણ વાંચો : જોસ બટલરે 6 એવોર્ડ જીત્યા, જાણો કયા-કયા રેકોર્ડ બ્રેક કર્યા
દિલ્હી કેપિટલને 200 રનનો ટાર્ગેટ
દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનર જોસ બટલરે ઝડપી ઇનિંગ રમતા 79 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 200 રન બનાવવા પડશે.