IPL-2023અમદાવાદમનોરંજનસ્પોર્ટસ

IPL 2023 : ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંહ ધોનીને પગે લાગ્યો, જાણો પછી શું થયું

  • અભિનેત્રી રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા, સિંગર અરિજીત સિંહનું જોરદાર પરફોર્મન્સ
  • ધોની સ્ટેજ પર આવતા અરિજીત સિંહ તેને પગે લગતા ધોનીએ ગળે લગાવ્યો
  • સિઝનની પહેલી જ મેચમાં બંને કેપ્ટન હાર્દિક પંડ્યા અને ધોની બંને ફેલ રહ્યા

IPL 2023ની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં અદભૂત નજારો જોવા મળ્યો. જેણે પણ પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ અને ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીને જોયા તેઓ જોતા જ રહ્યા. વાસ્તવમાં IPLની 16મી સિઝન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની હતી. જેમાં દર્શકોએ પણ ભારે ઉત્સાહ સાથે માહોલનો આનંદ માન્યો હતો. સિઝનની પહેલી મેચ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વિજય થયો હતો. અભિનેત્રી રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા, સિંગર અરિજીત સિંહે મેદાન પર મેચ પહેલા લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું.

IPL 2023ની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી જેમાં અરિજીતે પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. આખું સ્ટેડિયમ તેના ગીતો પર ઝૂમી ઉઠ્યું હતું. ખુદ એમએસ ધોની પણ પોતાને રોકી શક્યો નહીં અને તે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની પૂરી થયા બાદ ધોની સ્ટેજ પર આવ્યો હતો. આ પછી જે થયું, તે બધા જોતા જ રહી ગયા.

આ પણ વાંચો : આઈપીએલના રંગે રંગાયું અમદાવાદ, જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઝલક

અરિજીત ધોનીને પગે લાગ્યો

અરિજીત સિહે IPL 2023ની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ પરફોર્મન્સથી સ્ટેડિયમમાં રહેલ બધાજ દર્શકો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ધોની પણ આ પરફોર્મન્સ બાદ સતેજ પર પહોંચ્યો હતું. સ્ટેજ પર પહોંચતા જ અરિજીતે ધોનીના પગને સ્પર્શ કર્યા. જવાબમાં ધોનીએ પણ તેણે ઉભો કરી ગળે લગાવ્યો. બંને વચ્ચેની આ આદર ભાવના જોઇને સૌ દર્શકો જોતા જ રહ્યા. મેચની વાત કરીએ તો લીગનો પ્રથમ દિવસ ધોનીના પક્ષમાં રહ્યો ન હતો. CSKને પ્રથમ મેચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2023 GT vs CSK : ગુજરાતની વિજયી શરૂઆત, ધોનીના ધુરંધરોને 5 વિકેટે હરાવ્યા

બંને કેપ્ટન ફ્લોપ રહ્યા

IPLની પ્રથમ જ મેચમાં બંને કેપ્ટન ફ્લોપ રહ્યા હતા. CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા. ધોની 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. CSK દ્વારા આપવામાં આવેલા 179 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે (GT) 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી શુભમને 36 બોલમાં 63 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાના બેટમાંથી માત્ર 8 રન જ બની શક્યા હતા.

Back to top button