સ્પોર્ટસ

IPL 2023 : મુંબઈ સામે ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Text To Speech

IPL 2023ની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આઈપીએલની આ ‘અલ ક્લાસિકો’ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્રથમ મેચમાં મુંબઈને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં મુંબઈ ઘરઆંગણે જીતવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, મિશેલ સેન્ટનર, સિસાંડા પાન મેગાલા,

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અરશદ ખાન, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.

આ પણ વાંચો : HD Analysis : લોકસભા 2024ની ચુંટણીમાં રાહુલની જીદ કોંગ્રેસને નડશે !

Back to top button