અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે. ગઈ કાલે ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વરસતા મેચ રદ કરવામા આવી હતી. ત્યારે મેચ રિઝર્વ ડે પર આજે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મેચ જોવા આવનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ટ્રાપિક પોલીસ દ્વારા અહી પાર્કિંગને લઈને ખાસ આયોજન કરવામા આવ્યું છે.
20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા
વરસાદી વિઘ્ન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાનાર છે. ત્યારે મેચ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને રાહદારીઓને કોઇ અડચણ ઉભી ન થાય એ માટે સ્ટેડિયમની આસપાસ ખાસ પાગની સુવિધા ઉપલ્ધ કરવામા આવી છે. મેચ જોવા આવનારા પ્રેક્ષકો ને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમ ની આજુબાજુના કુલ 20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવેલ છે .
એડવાન્સ પાર્કિંગ બુકિંગ કરનાર લોક ડાયરાના પાસ ફ્રી મળશે
અમદાવાદમાં યોજાનાર મેચ દરમિયાન લોકો એડવાન્સ બુકિંગ કરે તે માટે એક ખાસ પહેલ પણ કરવામા આવી છે. જેમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ કરનાર કસ્ટમરને 94.3 MY FM જલસાવાદ લોક ડાયરાના પાસ ફ્રી આપવામાં આવશે. જે 30/05/2023 ના રોજ કિર્તીદાન ગઢવી દ્વારા રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે પર યોજાનાર છે.
પોલીસે ટ્વીટ કરી આપી માહિતી
અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે કે, TATA IPL 2023 અંતર્ગત તારીખ 28/05/2023 ના રોજ ફાઇનલની મેચ યોજાશે, જેમાં આવનારા લોકો (પ્રેક્ષકો)ને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુના કુલ 20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસે એક લિંક પણ શેર કરી છે. જેમાં પ્રેક્ષકો પાર્કિંગ અંગેની માહિતી જાણી શકશે.
આ પણ વાંચો : દિલ્હીમાં સનસનીખેજ હત્યાકાંડ : છરી વડે 40 ઘા, માથું પથ્થરથી કચડી નાખ્યું… પ્રેમીએ કિશોરીની કરી નિર્મમ હત્યા