IPL 2022/ માઈકલ વોનનાં મત પ્રમાણે આ જ છે વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના વિકેટ-કીપર બેટ્સમેન જોસ બટલરે સિઝનની પોતાની બીજી સદી ફટકારી હતી. રાજસ્થાન માટે બટલરની આ ત્રીજી સદી છે અને તે આ ફ્રેન્ચાઈઝી માટે ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બટલરે કોલકાતા સામે 61 બોલમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 103 રનની સદી ફટકારી હતી.
આ પણ વાંચો – કેરી ખાવાથી થશે આવા સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા અને ત્વચા માટે પણ છે ફાયદાકારક
બટલરની આ ઈનિંગ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી ગણાવ્યો છે. વધુ એક સદી સાથે ઓરેન્જ કેપ પર બટલરનું સામ્રાજ્ય અકબંધ રહ્યું છે તેની આસપાસમાં પણ આ સ્થાન માટે કોઈ દાવેદાર નથી. બટલરે ગયા વર્ષે ઓક્ટોબરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં 80.5ની એવરેજ નોંધાવી છે અને આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 154.43 છે. તેણે IPL 2022માં અત્યાર સુધીની છ મેચોમાં 375 રન બનાવ્યા છે અને તેણે ઓરેન્જ કેપ પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો – ખરતા વાળને અટકાવા માટે આટલું કરવું અકસીર સાબિત થશે
સોમવારે કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચ બાદ માઈકલ વોને ટ્વીટ કરીને જણાવ્યું કે આ સમયે કયો ખેલાડી વિશ્વનો સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી છે. જોસ બટલરનું નામ લઈને વોને લખ્યું, ‘વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટી20 ખેલાડી, જોસ બટલર.’