સ્પોર્ટસ

IPL-2022/ 7.25 કરોડનાં બોલરે ફેંકી IPLના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર, જાણો કોણે જુડ્યો

Text To Speech

IPL 2022 ની 53મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં KKRના બોલર શિવમ માવીની એક ઓવરમાં 5 સિક્સ ફટકારવામાં આવી અને કુલ 30 રન ઝુડવામાં આવતા મેદાનમાં રોમાંચ જોવા મળ્યો હતો. જી હા, 19મી ઓવર ફેંકવા માટે આવનાર માવીના પહેલા ત્રણ બોલ પર લખનૌ સુપર જાયન્ટ્સનાં માર્કસ સ્ટોઇનિસે સિક્સરની હેટ્રિક ફટકારી હતી. ચોથી સિક્સ ફટકારવાના પ્રયાસમાં માર્કસ શ્રેયસ અય્યરના હાથે લોંગ ઓન પર કેચ આઉટ થયો હતો. આ પછી જેસન હોલ્ડરે પાછ બાકી રહેલા બે બોલ પર બે બેક ટુ બેક સિક્સર ફટકારીને માવીની આ ઓવરને રોમાંચક બનાવી દીધી હતી. જો કે, આ સાથે માવીએ KKR માટે IPLના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર ફેંકી.

આપને જણાવી દઇએ કે, અગાઉ KKRએ 2018માં દિલ્હી કેપિટલ્સ સામે એક ઓવરમાં 29 રન આપ્યા હતા, જો કે તે બોલર પણ શિવમ માવી હતો. તે જ વર્ષે રાજસ્થાન સામેની અન્ય મેચમાં, KKR એ એક ઓવરમાં 28 રન આપ્યા હતા અને તે સમયે પણ બોલર બીજું કોઈ નહીં પણ શિવમ માવી હતો. માવીએ KKR માટે અત્યાર સુધીની ત્રણ સૌથી મોંઘી ઓવર ફેંકી છે.

KKRએ હરાજીમાં માવી પર 7.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા- કોલકાતા નાઈટ રાઈડર્સે સતત પાંચમા વર્ષે હરાજીમાં શિવમ માવી પર ઘણા પૈસા ખર્ચ્યા હતા. આઈપીએલ મેગા ઓક્શનમાં કોલકાતાએ તેને 7.25 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. માવી 2018 થી KKRનો ભાગ છે અને દર વર્ષે KKR તેમના પર 3 કરોડ રૂપિયા ખર્ચે છે.

માવી IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર ચોથો બોલર બન્યો – શિવમ માવી IPLમાં એક ઓવરમાં 5 સિક્સ આપનાર ચોથો બોલર બની ગયો છે. માવી પહેલા 2012માં રાહુલ શર્મા, 2020માં શેલ્ડન કોટ્રેલ અને 2021માં હર્ષલ પટેલે એક ઓવરમાં 5 સિક્સ ખાઇ ચૂક્યા છે.

Back to top button