iPhone 16 Proમાં હશે આ ખાસ કેમેરા ! જાણો- ડિસ્પ્લે સહિતના ફીચર્સ
iPhone 15 સિરીઝના લોન્ચ થયા બાદથી, આવતા વર્ષે લોન્ચ થનારી એપલની આગામી આઇફોન 16 સિરીઝને લગતા લીક્સ બહાર આવવા લાગ્યા છે. લીક થવાના કારણે iPhone 16 સિરીઝ વિશે ઘણું જાણવામાં આવી રહ્યું છે, તાજેતરમાં વિશ્લેષક મિંગ-ચી કુઓએ એક નવા બ્લોગ પોસ્ટમાં દાવો કર્યો છે કે iPhone 16 Pro અને iPhone 16 Pro Max આવતા વર્ષે લોન્ચ થશે. એક મોટો ઘટસ્ફોટ કેમેરા અંગે થયો છે.
મિંગ-ચી કુઓએ દાવો કર્યો છે કે iPhone 16 Pro અને iPhone 16 Pro Maxમાં ગ્રાહકોને સુધારેલ ઝૂમ ક્ષમતા સાથે Appleના ટેટ્રાપ્રિઝમ કેમેરા લેન્સ જોવા મળશે. આ વર્ષે Appleએ iPhone 15 Pro Maxમાં નવી ટેટ્રાપ્રિઝમ લેન્સ સિસ્ટમ ઉમેરી છે જે 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ સાથે આવે છે, જ્યારે બીજી તરફ, iPhone 15 Proમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ છે.
iPhone 16 Proની ડિસ્પ્લે
કેમેરા ઉપરાંત, તમને iPhone 16 Proમાં એક મોટી ડિસ્પ્લે પણ જોવા મળશે. આવતા વર્ષે લોન્ચ થનારા iPhone 16 Proમાં 6.27-ઇંચની સ્ક્રીન હશે, જ્યારે iPhone 16 Pro Maxમાં 6.86-ઇંચની સ્ક્રીન હશે.
પ્રો મોડલ લો-ટેમ્પરેચર પોલીક્રિસ્ટલાઇન ઓક્સાઇડ ટેક્નોલોજી અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ સાથે લોન્ચ કરી શકાય છે. iPhone 16 અને iPhone 16 Plus મોડલ 6.12 ઇંચ અને 6.69 ઇંચ ડિસ્પ્લે સાઇઝ સાથે 60 Hz રિફ્રેશ રેટ સપોર્ટ મેળવી શકે છે.
iPhone 16 Proની બેટરી
Tipster Kosutamiએ પોસ્ટની સાથે ચાર તસવીરો પણ લીક કરી છે, જેમાં iPhone 16 Proની બેટરી અલગ-અલગ એંગલથી બતાવવામાં આવી છે. આ પ્રારંભિક તબક્કાનો પ્રોટોટાઇપ એલ-આકારમાં જોવા મળે છે.