iPhone 16 લોન્ચ પહેલા જાહેર થઈ કિંમત, ગણપતિના આશીર્વાદ સાથે વેચાણ થશે શરૂ
નવી દિલ્હી, ૬ સપ્ટેમ્બર, Apple તેની આગામી લોન્ચ ઈવેન્ટ ઈટ્સ ગ્લોટાઈમમાં નવા iPhone મોડલ લોન્ચ કરશે. કંપનીની લોન્ચ ઈવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ સમય દરમિયાન, કંપની iPhone 16 લાઇનઅપ હેઠળ ચાર મોડલ લોન્ચ કરશે – iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. કંપની આ સીરીઝમાં આ ચાર નવા iPhone લોન્ચ કરી શકે છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ ફોનને લગતી ઘણી વિગતો લોન્ચ પહેલા જ બહાર આવવા લાગી છે.
iPhone 16 સિરીઝ આવતા અઠવાડિયે 9 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહી છે. તેના ફીચર્સ અને લીક્સ સતત પ્રકાશમાં આવી રહ્યા છે અને તેની સંભવિત કિંમત પણ જાહેર કરવામાં આવી છે. આ લાઇનઅપમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનો સમાવેશ થશે. ચાલો તમને જણાવીએ કે વિવિધ દેશોમાં તેમની કિંમત શું હોઈ શકે છે અને જ્યાં ગ્રાહકો સૌથી સસ્તી કિંમતે નવીનતમ iPhone ખરીદી શકશે.
લોન્ચ પહેલા કિંમતો થઈ જાહેર
Apple Hub દ્વારા iPhone 16 સીરીઝની કિંમતો જાહેર કરવામાં આવી છે. જો લીકની વાત માનીએ તો Apple iPhone 16ના બેઝ વેરિઅન્ટને $799માં એટલે કે લગભગ રૂ. 67,100માં લોન્ચ કરી શકે છે. કંપની iPhone 16 Plus સિરીઝને $899 એટલે કે લગભગ રૂ. 75,000માં ઓફર કરી શકે છે.
iPhone 16 Pro $1,099માં લોન્ચ થઈ શકે છે. જો તેને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે છે, તો તમારે લગભગ 92,300 રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે આ કિંમત 256GB વેરિઅન્ટની હશે. સિરીઝના ટોપ વેરિઅન્ટ એટલે કે iPhone 16 Pro Maxની કિંમત $1,199 એટલે કે આશરે રૂ. 1,000,700 હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ કિંમત અમેરિકન માર્કેટ અનુસાર છે. આઈફોનની નવી સીરીઝ ભારતીય બજારમાં થોડી મોંઘી હોઈ શકે છે.
iPhone 16 સીરીઝમાં ઘણા ફેરફારો થશે
iPhone 16 સીરીઝને લઈને સતત લીક્સ સામે આવી રહ્યા છે. આ વખતે કંપની નવી સીરીઝમાં ઘણા નવા ફેરફાર કરી શકે છે. અત્યાર સુધીની સૌથી મોટી સ્ક્રીન ધરાવતો iPhone નવી સિરીઝમાં મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એપલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે આઈફોન સીરિઝ લોન્ચ કરી શકે છે. એટલું જ નહીં, આ વખતે વપરાશકર્તાઓ A18 Bionic સાથે એક નવો ચિપસેટ જોઈ શકશે. કેમેરા સેટઅપમાં સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ વખતે કંપની iPhone 16માં વર્ટિકલ કેમેરા મોડ્યુલ આપી શકે છે.
આ પણ જૂઓ: Samsung Galaxy A06 ભારતમાં લૉન્ચ થયો, કિંમત હશે તમારા ખિસ્સા મુજબ