ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં બનેલો iPhone 14 Pro Max ચીનમાં વેચાઈ રહ્યો છે ? જાણો શું છે વાયરલ થઈ રહેલી તસવીરનું સત્ય

Text To Speech

Appleએ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે iPhone 14 ભારતમાં બનવા જઈ રહ્યો છે. હવે એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે ચીનમાં વેચાતો iPhone 14 Pro Max ભારતમાં બનેલો છે. ટીપસ્ટર અભિષેક યાદવે આ અંગે એક ટ્વીટ શેર કરી છે. જેને ઘણા લોકોએ રીટ્વીટ પણ કર્યું હતું. આ ટ્વીટમાં iPhone 14 Pro Maxનું રિટેલ ચાઈનીઝ બોક્સ બતાવવામાં આવ્યું છે. આ બોક્સ પર લખેલું છે કે તે ભારતમાં બનેલું છે.

આના પર લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. જોકે બાદમાં તેનું સત્ય પણ બહાર આવ્યું હતું. આ પોસ્ટની નીચે અભિષેક યાદવે બીજી એક ટ્વીટ પણ કરી છે. આ ટ્વીટમાં ચીની માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ વેઇબોનો સ્ક્રીનશોટ છે.

વાયરલ તસવીર નકલી છે

આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે એપલના કસ્ટમર કેરને ભારતમાં iPhone 14 Pro Maxના નિર્માણ વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ ના પાડી દીધી. કસ્ટમર કેરે ટેક જર્નાલિસ્ટને જણાવ્યું કે iPhone 14ના પાર્ટ્સ ચીનમાં જ બનાવવામાં આવી રહ્યા છે. એટલે કે, આ ટ્વીટ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતમાં બની રહેલા iPhone 14 Pro Max વિશે જે તસવીર વાયરલ થઈ રહી છે તે નકલી છે.

https://twitter.com/yabhishekhd/status/1582739133973557248

આવનારા સમયમાં ભારતને ફાયદો મળી શકે છે

જો કે આવનારા સમયમાં એપલ તેના મોટા ભાગનું પ્રોડક્શન ભારતમાં શિફ્ટ કરી શકે છે.આ અંગે પહેલા પણ ઘણા અહેવાલો આવી ચુક્યા છે. તાજેતરમાં એવું કહેવામાં આવ્યું હતું કે Apple પણ તેના એરપોડ્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના સતત લોકડાઉન અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવનો ફાયદો ભારતને મળી શકે છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના મોરેનામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 4 લોકોના મોત, અનેક ઘાયલ

Back to top button