iPhone 14 મહિલા માટે ભગવાન બન્યોઃ આ રીતે બચાવ્યો જીવ
iPhone 14 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. iPhone 14માં ઘણાં સિક્યોરિટી ફીચર્સ પણ અપાયા છે. એક રિપોર્ટ મુજબ iPhone 14 ના કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. આ ફોનનું એક ફીચર તે મહિલાને ખુબ કામ લાગ્યુ છે.
કંપનીએ iPhone 14 સાથે ક્રેશ ડિટેક્શન ફીચર આપ્યુ છે. તેનાથી કાર એક્સિડન્ટ અથવા ક્રેશ હોવાની સ્થિતિમાં ઇમરજન્સી નોટિફિકેશન મોકલવામાં આવે છે. iPhone 14ના આ જ Crash Detection ફીચરે મહિલાનો જીવ બચાવી લીધો છે. આ અંગે Reddit પોસ્ટ કરીને યુઝરે જાણકારી આપી છે.
આ ઘટના કેલિફોર્નિયાની છે. પોસ્ટમાં જણાવાયું છે કે એક્સિડન્ટ પહેલા એક વ્યક્તિ પોતાની પત્ની સાથે ફોન કોલ પર હતા. આ દરમિયાન તેમણે પત્નીની ચીસો સાંભળી અને લાઇન ડેડ થઇ ગઇ. તેની થોડી જ સેકન્ડ્સમાં તેમના ફોનમાં પત્નીના આઇફોનમાંખી કેટલાય નોટિફિકેશન આવવા લાગ્યા. તેમાં જણાવાયુ કે જે તે વ્યક્તિની કાર ક્રેશ થઇ ગઇ છે અને તેની સાથે લોકેશનની પણ જાણકારી મળી.
એમ્બ્યુલન્સ આવે તે પહેલા તેઓ પોતાની પત્ની પાસે પહોંચી ગયા. Crash Detection ફીચર સૌથી પહેલા Emergency SOS ને ટ્રિગર કરે છે. તેનાથી યુઝરની ઇમરજન્સી લિસ્ટમાં રહેલા રિસ્પોન્ડરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ઘટનાની જાણકારી લોકેશન ડિટેલ્સ મોકલવામાં આવે છે.
આ પણ વાંચોઃ ‘ભગવા’ બિકિની વિવાદમાંઃ લોકો ‘લાખો’ના શાહરૂખને જોવાનું ભુલ્યા!