ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ધોલેરા/ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ખાતે રૂ. 35984 કરોડથી વધુનું રોકાણ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

110  કિ.મીનો એક્સપ્રેસ વે તૈયાર થતાં અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે: ઉદ્યોગ મંત્રી

ગાંધીનગર, 21 માર્ચ 2025 : અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ Investment in Greenfield Industrial Smart City Dholera કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.

મંત્રી રાજપૂતે જણાવ્યું કે આગામી જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, 2009 હેઠળ તા. 22 મે,2009ના રોજ ધોલેરા SIR જાહેર કરવામાં આવ્યો છે. ધોલેરા SIRમાં ૨૨ ગામોનો સમાવેશ થાય છે. જેનું કુલ કાર્યક્ષેત્ર ૯૨૦ ચો.કિ.મી. છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અમલીકરણ માટે છ ડ્રાફ્ટ નગરરચનાઓને 27 પ્રાંરભિક નગરરચનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાંથી 11 પ્રાંરભિક નગરરચનાઓની કાર્યવાહી પ્રગતિમાં છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આ નગરરચના અંતર્ગત, મૂળખંડના 50 ટકા જમીન આંતરમાળખાકીય અને સામાજિક સુવિધાના વિકાસ માટે વપરાય છે. બાકીની 50 ટકા જમીન, મૂળ જમીનધારકને ‘ફાઇનલ પ્લોટ’ સ્વરૂપે પાછી મળે છે.

મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના પ્રોજેકટને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ ઇ.પી.સી. મોડ પર લેવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં અને કેટલાંક કામ વર્ષ 2025માં પૂર્ણ થશે.

આ જ પ્રકારે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઑથોરિટી દ્વારા સાઇટ ડેવલપમેન્ટ, રનવે, ટેક્ષીવે અને અન્ય સુવિધાના નિર્માણનું ટેન્ડર જાહેર કર્યું છે. તદુપરાંત , ટર્મિનલ બિલ્ડિંગ અને એ.ટી.સી.ના બિલ્ડિંગ નિર્માણને લગતી કાર્યવાહી પ્રગતિમાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : 9 વાયબ્રન્ટ ગુજરાત સમિટના કેટલા પ્રોજેક્ટ હાલમાં કાર્યરત? મંત્રી બળવંતસિંહ રાજપૂતે આપી માહિતી

Back to top button