ટોપ ન્યૂઝનેશનલ

તપાસ એજન્સી સાચી કે કોંગ્રેસ, આપ પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ !

Text To Speech

આજકાલ દેશમઆ વિપક્ષી પાર્ટીઓ પર વિવિધ એજન્સીઓએ તવાઈ કરી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહારો કરી રહી છે. જ્યારે કોંગ્રેસ પર કોઈ એજન્સી તપાસ કરે ત્યારે આમ આદમી પાર્ટી કોઈ નિવેદન આપતી નથી, તેવું જ વલણ કોંગ્રેસનું પણ આમ આદમી પાર્ટી માટે છે.કોંગ્રેસ - Humdekhengenewsપણ પ્રશ્ન અહી એ છે કે જ્યારે કોંગ્રેસ પર કોઈ એજન્સી તપાસ કે છે ત્યારે તે રાજકીય થઈ જાય છે પણ આમ આદમી પાર્ટી પર કરે તો તે જ એજન્સીઓના કોંગ્રેસ દ્વારા વખાણ કરવામાં આવે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જ્યારે તપાસ એજન્સીઓએ પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું હતું, તપાસ એજન્સીઓ પર પ્રશ્નો કર્યા હતા અને સમગ્ર ભારતમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. જ્યારે એ જ તપાસ એજન્સીઓ હાલ આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછપરછ અને ધરપકડ કરી રહી છે ત્યારે કોંગ્રેસ તપાસ એજન્સીઓની વાહવાહી કરી રહી છે.કોંગ્રેસ - Humdekhengenewsએટલે હવે તપાસ એજન્સીઓ જે રીતે હાલ કામ કરી રહી છે અને કોંગ્રેસ જે રીતે તેનું સમર્થન કરી રહી છે તે જોતાં લાગે છે કે આગામી સમયમાં જ્યારે કોંગ્રેસના નેતાની પૂછપરછ થશે ત્યારે વિરોધ કરશે કે સમર્થન તે જોવું રહ્યું. અલબત્ત અન્ય વિપક્ષી દળો કોંગ્રેસ અને આપ બંને પક્ષના સાથે છે એટલે દૂધમાં ને દહીમાં હાથ રાખીને બેઠા છે. અહી એવું કહેવું ખોટું નથી કે આપ પાર્ટીનું નેતૃત્વ 2024 લોકસભાની ચુંટણી સુધીમાં દિલ્હી પંજાબ સુધી સીમિત થઈ જાય તો નવાઈ નહિ.

Back to top button