ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ, ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા

Text To Speech
  • લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે
  • મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર નામની વ્યક્તિ સાથે સતત સંપર્કમાં હતો
  • સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી મૌલવાની ધરપકડ કરી હતી

સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ થઇ છે. જેમાં તપાસ કરતા મૌલવીના ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા છે. ત્યારે NIA, IB, ATS દ્વારા મૌલવીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી મૌલવાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, જાણો કયા છે યલો એલર્ટની આગાહી

મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો

મૌલવીની સઘન પૂછપરછમાં ખુલાસા થયા છે કે મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો. નેપાળની શહેનાઝ નામની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો. તેમજ દેશદ્રોહી કૃત્ય સાથે સંકળાયેલા મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટિમોલ હાલ રિમાન્ડ હેઠળ છે. સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં આરોપી મોલવીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શેહનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો.

લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ હતી .આ તપાસ એજન્સીઓએ મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મૌલવી પાસે જે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે.

Back to top button