- વર્ષ 2014માં ટેન્ડર વગર જ ત્રણ કામોની લ્હાણી કરી દેવાઈ
- ACBની એન્ટ્રીને લઈ કૌભાંડીઓમાં ગભરાટ ફેલાયો
- રૂા.8.33 કરોડના કૌભાંડમાં દિવ્યા સિમંદર કન્સ્ટ્રક્શને કોના-કોના ખિસ્સા ભર્યા ?
વડોદરા મહાનગર પાલિકામાં રોડ બનાવવાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ પણ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપવામાં આવતાં ડામરમાં હાથ કાળા કરનાર ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ તટસ્ત તપાસ થાય તો તેનો રેલો મળતિયા રાજકરણી સુધી જાય તેમ છે. વિજિલન્સ દ્વારા રોડ કૌભાંડની તપાસ ચાલતી હતી, તે વખતે જ કોન્ટ્રેક્ટરની કરોડો રૂપિયાની બેંક ગેંરટી પણ તે વખતે કાર્યપાલક ઈજનેરે છુટી કરી દીધી હતી.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં નકલી પોલીસનો ત્રાસ વધ્યો, સિનિયર સિટીઝન ટાર્ગેટ થયા
વર્ષ 2014માં ટેન્ડર વગર જ ત્રણ કામોની લ્હાણી કરી દેવાઈ
દિવ્યા સિમંદર કન્ટ્રક્શનના તુષાર શાહને વર્ષ 2014માં ટેન્ડર વગર જ ત્રણ કામોની લ્હાણી કરી દેવાઈ હતી. તુષાર શાહે કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતાં વિજિલન્સ તપાસ મૂકાઈ હતી, જેમાં તુષાર શાહે બોગસ બિલો મૂકી રૂ. 8.33 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બિલો ચેક કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે વખતના કાર્યપાલક ઈજનેર ધીરેન તળપદાની હતી, પરંતુ બિલની ચકાસણી તેમજ ફાઇનલ ઓડિટ કર્યા વગર જ ઈજારદારને રકમ ચૂકવી દેવાઈ હતી. જેને લઈ વિજિલન્સ તપાસ મુકાઈ હતી.
ACBની એન્ટ્રીને લઈ કૌભાંડીઓમાં ગભરાટ ફેલાયો
ધીરેન તળપદા સહિત સાત કર્મચારીઓને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ ભ્રષ્ટ પાલિકાના અધિકારીઓનો વાળ વાંકો થયો ન હતો. માત્ર ઈજારદાર તુષાર શાહને આરોપી બનાવી આખા મામલે ભીનું સંકેલી લેવાયું હતું. હદ તો એ છે કે, તળપદા સહિતના કર્મચારીઓ સામે જે ખાતાકિય તપાસો ચાલતી હતી, તેના ઉપર પણ સ્થાપિત હિતોના ઈશારે બ્રેક મારી દેવાઈ છે. ડામર કાંડમાં તપાસ કરી ભ્રષ્ટાચારીઓને બેનકાબ કરવા એસીબીને તપાસ સોંપાઈ છે. જેને લઈ એસીબીએ વડોદરા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાને પત્ર લખી જે તે વખતે થયેલી વિજિલન્સ તપાસની વિગતો, તપાસમાં દોષિત ઠરેલા ધીરેન તળપદા સહિત 7 કર્મચારીઓ હાલ ક્યાં ફરજ બજાવે છે? તેમના નામ, સરનામા અને મોબાઈલ નંબરની વિગતો માંગી છે. તેમજ એસીબીની એન્ટ્રીને લઈ કૌભાંડીઓમાં ગભરાટ ફેલાયો છે.