ગુજરાતટ્રેન્ડિંગ

ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ફાઇબર કેબલ અને AIની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે

Text To Speech
  • રેલવે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા કામગીરી
  • સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે
  • સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત થતા લેવાયો નિર્ણય

ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ફાઇબર કેબલ અને AIની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇસ ઇન્સ્ટોલ કરાશે. જેથી સિંહોની ગતિવિધિ દૂરથી ખબર પડી જશે. ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહરેહિતની રિટની સુનાવણીમાં આજે રેલવે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો.

છેલ્લી મુદ્દત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી

રેલવે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કેસમાં છેલ્લી મુદ્દત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ કેસમાં કોર્ટ સહાયક અને રેલવે ઓથોરીટીના જવાબને ઘ્યાનમાં લીધા બાદ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં મુકરર કરી હતી.

સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે

રેલવે વિભાગ દ્વારા ગીર અભયારણ્ય જંગલ વિસ્તારમાં જયાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તેની બાજુમાં ફાઇબર કેબલ નાખવામાં આવશે. આ સિવાય આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે.

આ પણ વાંચો: અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદેસર, જાણો કેટલાને આશ્રય મળશે

Back to top button