ગુજરાત

ગુજરાત: સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ચોવીસ કલાકમાં ઉકેલ આવશે, વીજવપરાશમાં 30% બચત થશે

Text To Speech
  • સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન ઉકેલાશે
  • ઇ-સ્માર્ટ નામની એજન્સીએ આ સમસ્યાના નિરાકરણનો દાવો કર્યો
  • એજન્સીના દાવા પ્રમાણે વીજ વપરાશમાં 30 ટકાનો ઘટાડો જોવા મળશે

ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ચોવીસ કલાકમાં ઉકેલ આવશે, વીજવપરાશમાં 30% બચત થશે. સ્ટ્રીટ લાઇટમાં 30 ટકા વીજ વપરાશ ઘટાડવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. એજન્સીને કામ સોંપાયુ છે તેમાં સફળતા મળશે તો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરાશે.

આ પણ વાંચો: જૂનાગઢ: 75 મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન

સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન ઉકેલાશે

સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન 24 કલાકમાં સોલ્વ કરવાનો એજન્સીએ દાવો કર્યો છે. જેમાં ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન ઉકેલાશે. ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન છે. આ પ્રશ્નના નિરાકરણ માટે મનપાએ એક એજન્સીને કામ સોંપાયુ છે. આ એજન્સી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવામાં આવ્યા છે. જેનું સંચાલન એજન્સી દ્વારા જ કરવામાં આવી રહ્યુ છે. ટુંક સમયમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મુલ્યાંકન કરીને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો એજન્સીના દાવા પ્રમાણે વીજ વપરાશમાં 30 ટકાનો ઘટાડો જોવા મળશે તો મનપા આ એજન્સી સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરશે.

આ પણ વાંચો: લોન્ગ વિકએન્ડ: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હોટેલ અને રિસોર્ટમાં 85-90% બુકિંગ

ઇ-સ્માર્ટ નામની એજન્સીએ આ સમસ્યાના નિરાકરણનો દાવો કર્યો

અત્યારે શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો નવી નાખ્યા બાદ પણ તે ચાલુ નહી હોવાની વ્યાપક ફરિયાદો છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટનું તોતિંગ વીજબીલ પણ તિજોરી પર અસર પહોંચાડી રહ્યુ છે. આ સ્થિતીમાં વીજવપરાશ ઘટે અને સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સની સમસ્યા હલ થાય તે જરૂરી છે. આ માટે ઇ-સ્માર્ટ નામની એજન્સીએ આ સમસ્યાના નિરાકરણનો દાવો કર્યો છે.

Back to top button