ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં હડકંપ : રૂ. 22 લાખનું બિલ બારોબર ચૂકવી દીધુ, તત્કાલિન જિલ્લા આરોગ્ય અધિકારી સામે થશે તપાસ

Text To Speech

પાલનપુર:- બનાસકાંઠા જિલ્લામાં તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરીયાત વગર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર માટે મોટા પ્રમાણમાં દવાની ખરીદી કરવામાં આવી હતી. આ દવા આવ્યા સિવાય રૂ. 22 લાખથી પણ વધારે દવા નું પેમેન્ટ પણ બારોબાર કરી દેવામાં આવેલ અને ડુપ્લીકેટ બિલો બનાવીને દરેક હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટરને આપ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે નાણાં વિભાગને રજુઆત થતા તપાસ માટે આરોગ્ય વિભાગને સુચનાઓ આપવામાં આવતા બનાસકાંઠા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની ખરીદીમાં મોટા પ્રમાણમાં ખોટી ખરીદીઓ કરવામાં આવતા તેમની સામે ખાતાકીય તપાસ ઉભી થવા પામી હતી. અને ઓડીટ પણ કરવામાં આવતા તેના કેટલાય ગોટાળા બહાર આવવા પામ્યા છે. જેમાં માસ્કથી લઇને તમામ ખરીદીઓ માત્રને માત્ર હિંમતનગરની પાર્ટીઓ પાસેથી જ કરી હોવાનું પણ આ તપાસમાં બહાર આવેલ છે.જ્યારે તાજેતર માં એક નવો ફણગો બહાર આવતા તમામ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટરના કર્મચારીઓ ને હલાવી દીધા છે. ડો. ફેન્સીએ જતાં જતાં જિલ્લાના 400 થી પણ વધારે હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર માટે બી.પી. ડાયાબીટીસ અને દુખાવાની દવાઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાં કોઇએ પણ મંગાવ્યા સિવાય એક હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટરને હિંમતનગર ની એક-જ પાર્ટી હેલ્થકેર સોલ્યુશન પાસે થી ટેબલેટ ખરીદી 400 થી પણ વધારે હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર માટે ખરીદી કરવામાં આવેલ છે. એક હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટરને રૂ.5350/- નું બિલ પ્રમાણે તમામ ને પધરાવી દેવામાં આવતા બનાસકાંઠા જિલ્લા માં રૂ. 22 લાખ કરતાં પણ વધારે એક-જ દિવસ માં ખરીદી કરીને તમામ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ઉપર ફરજીયાત આપી દેવામાં આવી હતી. આ બાબતે ગુજરાત સરકારના નાણાં વિભાગ ને ફરીયાદ કરવામાં આવતા નાણાં વિભાગના સેક્શન અધિકારી ડી.યુ.નાઇ દ્વારા દરેક તાલુકા આરોગ્ય અધિકારીના બિલો ની તપાસ કરવા માટે પત્ર લખતાં ફરીથી બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

 હેલ્થ એન્ડ વેલ્નેસ
બનાસકાંઠામાં હેલ્થ એન્ડ વેલ્નેસની ખાતાકીય તપાસ

આ બાબતે અમને કોઇ જાણ નથી- ડો.એસ.એમ.દેવ 

જિલ્લા માં ખરીદીની કોઇ તપાસની બાબતે અમને કોઇપણ પ્રકારની જાણ નથી. નાણા વિભાગે આરોગ્ય વિભાગ ને પત્ર લખ્યો હશે. તો તે ગાંધીનગર લેવલથી તપાસ થતી હોય છે. આ બાબતે મને કોઇ જાણ નથી.

કોઇપણ પ્રકારની માંગણી વગર દવાઓ ખરીદવામાં આવી છે : ડોક્ટર

એક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવેલ કે, બનાસકાંઠા જિલ્લામાં ડો. ફેન્સી દ્વારા જરુરીયાત વગર પણ દવાઓ લવાતી હતી. જ્યાં હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ન હતા. તેવાના નામે પણ દવાના બિલો ઉધારવા માં આવ્યા છે. દવાઓ તો આવી જ નથી માત્ર બિલો જ આવ્યા હતા અને દબાણથી તમામ પાસે સહી કરાવીને બિલો લેવામાં આવેલ છે. બિલ પણ ડુપ્લીકેટ હોય તેવુ લાગી રહ્યુ છે. કેમકે આ બિલમાં ક્યાંય દવાની એક્ષપાયરી તારીખ કે બેચ નંબર પણ લખેલ નથી. આમ ખોટુ કરીને બનાસકાંઠામાં થી રૂ. ૨૨ લાખ બારોબાર ખંખેરી લેવામાં આવેલ છે.

માત્ર એક જ તાલુકા નું ચુકવણુ થયેલ નથી.- ડો. ઉમેશ ઝવેરી

હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર માં દવાઓ બાબતે તમામ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓ અને પ્રાથમિક આરોગ્યના મેડીકલ ઓફિસરો દ્વારા આ દવાનું વગર માલે ચુકવણુ કરી દેવામાં આવેલ છે. જ્યારે ધાનેરા ખાતે જાગૃતાના કારણે આજ સુધી આ બિલોનું ચુકવણુ કરવામાં આવેલ નથી. તેવુ ધાનેરાના તત્કાલીન તાલુકા આરોગ્ય અધિકારી ડો. ઉમેશ ઝવેરીએ જણાવ્યુ હતુ.

ખરીદીના બિલોની તપાસ કરવામાં આવશે – નાણાં વિભાગના અધિકારી

નાણા વિભાગ ગાંધીનગરના અધિકારીએ જણાવેલ કે, બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડો. મનિષ ફેન્સીના સમયમાં કરવામાં આવેલ ખરીદીમાં ગેરરીતીઓ બાબતે રજુઆતો આવતા અમારી કચેરી દ્વારા આરોગ્ય વિભાગને આ બાબતે તપાસ માટે પત્ર લખવામાં આવેલ છે. જેમાં બિલોની ચકાસણી પણ કરવામાં આવશે. તેમાં કચાસ હશે તો તેમની સામે કાર્યવાહી પણ થશે.

Back to top button