ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

Narmada : સાંસદ મનસુખ વસાવાએ મનરેગામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા

ભાજપના જ ધારાસભ્યો આજકાલ પોતાની જ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારને લઈ આક્ષેપો કરી રહ્યા છે. હમણાં હજુ જેઠા ભરવાડનો મુદ્દો ઠંડો પડ્યો હતો ત્યા હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ માનરેગામ થતાં ભ્રષ્ટાચારને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. મનસુખ વસાવા અગાઉ ખનીજ માફિયાઓને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે નર્મદા જિલ્લામાં મનરેગામઆ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગરમીના પ્રકોપ વચ્ચે આંધી, તોફાનની શક્યતા
મનસુખ વસાવા - Humdekhengenewsસાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે, ‘નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ 2023 ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓએ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓના મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓને અનુકૂળ, ગાઈડલાઈનમાં સુધારો કર્યો’.

આ પણ વાંચો : Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગમાં થયા ચોંકાવનારા ખુલાસા, 179માંથી મોટાભાગના શેડ ગેરકાયદે

વધુમા તેમણે કહ્યું હતું કે ‘હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે. આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, DRD નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓ ની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ’. ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય અગાઉ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શેહરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ મૂકી ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ લગવ્યા હતા.

Back to top button