ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલવર્લ્ડ

International Youth Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ યુવા દિવસ?

Text To Speech
  • 12 ઓગસ્ટનો દિવસ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
  • દરેક દેશમાં યુવાનોની ભાગીદારી હોય છે મહત્ત્વની
  • 2000ના વર્ષથી થઇ હતી યુવા દિવસની શરૂઆત

આજે વિશ્વ યુવા દિવસ છે. કોઇ પણ દેશમાં યુવાનોની ભાગીદારી સૌથી મહત્ત્વની હોય છે. વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં યુવાનોની સામે માનસિક અને સામાજિક કઠિનાઇઓની શક્યતાઓ હોય છે. તેથી યુવાઓનું જાગૃતિ અને વિવિધ પડકારો સામે લડવામાં સક્ષમ હોવુ ખૂબ જરૂરી છે. યુવાનોમાં કાયદાકીય મુદ્દાઓમાં અને સાંસ્કૃતિક જાગૃતતા વધારવા માટે દર વર્ષે 12 ઓગસ્ટનો દિવસ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day)ના રૂપમાં મનાવાય છે.

યુવાઓનો અવાજ, કાર્યો અને તેમના દ્વારા કરવામા આવેલી શોધોને દેશ તથા દુનિયા સુધી પહોંચાડવા માટે આજનો દિવસ ખાસ છે. આ દિવસનો ઉદેશ્ય યુવાઓની સમસ્યાઓ અને સિદ્ધિઓને આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સુધી પહોંચાડવાનુ છે.

International Youth Day 2023: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ યુવા દિવસ? hum dekhenge news

આંતરરાષ્ટ્રીય યુવા દિવસની શરૂઆત ક્યારથી થઇ હતી?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 17 ડિસેમ્બર, 1999 દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો કે 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવશે. આ ફેંસલો યુવાઓ માટે જવાબદાર મંત્રીઓના વિશ્વ સંમેલન દ્વારા 1998માં આપવામા આવેલા સૂચનો બાદ લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું પહેલીવાર આયોજન વર્ષ 2000 માં કરવામાં આવ્યુ હતુ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1985માં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યુ હતુ.

કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ?

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવાનો ઉદેશ્ય યુવાઓની ભાગીદારી સામાજિક, રાજનીતિક અને સંશોધનીય, અને શોધ કરનારા યુવાઓને સન્માનિત કરી શકાય તે છે. યુવાઓ માટે આગામી પેઢીઓને નવુ જ્ઞાન આપી શકાય એવા ઉમદા ઉદેશ્યથી આજના આ આંતરરાષ્ટ્રીય યુવા ડેને મનાવવામાં આવી રહ્યો છે. યુવાઓ આવા કાર્યક્રમોથી ખુબ મોટીવેટ થતાં હોય છે.

આ પણ વાંચોઃ રિલેશનશિપ ટિપ્સઃ મેચ્યોર્ડ પુરુષો સાથે ડેટ કરવાના ઘણા છે ફાયદા

Back to top button