ડીસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ
પાલનપુર, 21 જૂન 2024, ડીસાની કે.બી. અગ્રવાલ હાઇસ્કૂલમાં ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસા, કેમિસ્ટ એસોસીએશન-ડીસા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. સમગ્ર વિશ્વના લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઇ શકે તે હેતુથી વર્ષ-2015 થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે શુક્રવારે સંસ્થામાં શહેરની નામાંકીત સેવાભાવી સંસ્થાઓ તરફથી બાળકોમાં યોગ પ્રત્યે રૂચી વધે અને નિયમિત યોગ કરવાનો સંકલ્પ દ્રઢ બને તે હેતુથી યોગ શિબિરનું આયોજન કરાયું હતું.
સર્વેને યોગ પ્રશિક્ષણ આપી તેના ફાયદા સમજાવ્યા
આ યોગ શિબિરમાં સંસ્થાના નિયામક નટુભાઇ વ્યાસ અને શહેરના જાણીતા યોગગુરૂ અમીરામભાઇ જોષી દ્વારા ઉપસ્થિત સર્વેને યોગ પ્રશિક્ષણ આપી તેના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સહયોગી સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા-ડીસાના પ્રમુખ રમેશભાઇ ઠક્કર, મંત્રી નિલેશભાઇ રાવલ, કેમીસ્ટ એસોસીયેશનના પ્રમુખ બાબુભાઇ પટેલ, મંત્રી સુહાસભાઇ પટેલ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઇ ઠક્કર, મંત્રી બળદેવભાઇ રાયકા, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત સંગઠન મંત્રી ડૉ. તુષારભાઇ શાહ, પરેશભાઇ જીવરાણી સહીત ત્રણેય સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સહયોગી સંસ્થાઓ તરફથી સંસ્થાના નિયામક યોગ શિક્ષક અને સંસ્થાના આચાર્યોનું સન્માન કરાયું હતું. સંસ્થાના નિયામક નટુભાઇ વ્યાસના માર્ગદર્શન મુજબ શાળાના આચાર્ય દશરથભાઇ સાંખલા અને સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.
આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી