યુટિલીટી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : જાણો આ દિવસનો ઈતિહાસ અને શા માટે 8 માર્ચે જ ઉજવાય છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે જ્યાં એક તરફ ભારત હોળીના રંગોમાં રંગાયેલું છે તો બીજી તરફ ભારત સહિત સમગ્ર વિશ્વ બુધવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. મહિલાએ આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છે. સમાજમાં જેટલું પુરુષનું મહત્વ છે એટલું જ મહિલાઓને પણ હોવું જોઈએ. પરંતુ 8 માર્ચે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ શું છે? આવો જાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો રોચક ઈતિહાસ અને થીમને.

આ પણ વાંચો : WPL-2023 : એવા મહિલા ક્રિકેટરની સંઘર્ષમય ગાથા જેમણે ઈંટથી વર્કઆઉટ કર્યું ! ક્રિકેટની જીદ્દ…

મહિલા દિવસ શા માટે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ મહિલાઓની સિદ્ધિઓ અને અધિકારોની પ્રગતિની ઉજવણી કરતી વાર્ષિક ઘટના છે. તે 20મી સદીમાં અમેરિકન સમાજવાદી અને મજૂર ચળવળો સાથે ઉદ્દભવ્યું હતું. તે સમયે મહિલાઓ ટૂંકા કામના કલાકો, સારો પગાર અને મતદાનના અધિકાર માટે લડતી હતી. મહિલા દિવસની પ્રથમ ઉજવણી 1911માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધુ લોકોએ રેલીઓ કાઢી હતી. ત્યારથી તે મહિલાઓ માટે સમાનતાથી લઈને કાર્યસ્થળે મહિલાઓ સામે થતી હિંસા સુધીના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, કાર્યક્રમની માલિકી કોઈ જૂથ પાસે નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1977માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : લગ્ન બાદ પહેલીવાર બોલિવૂડ અને ક્રિકેટ ટીમના કપલ હોળીના રંગે રંગાશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. વર્ષ 1917 એ રશિયન મહિલાઓ દ્વારા રોટી અને શાંતિની માંગ સાથે વિરોધ પ્રદર્શન સાથે હતું. આ વિરોધને કારણે તત્કાલિન રશિયન જારને સત્તા છોડવી પડી હતી. વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર પણ આપ્યો. જે દિવસે રશિયન મહિલાઓએ આ પ્રદર્શન શરૂ કર્યું તે રશિયન કેલેન્ડર મુજબ 23 ફેબ્રુઆરી (રવિવાર) હતો. જો આ તારીખ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જોવામાં આવે તો તે દિવસ 8 માર્ચનો હતો. ત્યારથી આ દિવસનું નામ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રાખવામાં આવ્યું છે.

આ ત્રણ રંગો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરે છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગો સફેદ, લીલો અને જાંબલી છે. મહિલા દિવસ અભિયાન મુજબ, સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, લીલો રંગ આશાનું પ્રતિનિધિત્વ કરે છે અને જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો : જો જો રંગમાં ન પડે ભંગઃ અસ્થમાં કે એલર્જીના દર્દી હો તો હોળી રમતા આટલું ખાસ ધ્યાન રાખો

આ વર્ષની થીમ શું છે?

આ વર્ષની યુએનની થીમ ડિજીટ: ઓલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી. યુએન અનુસાર, પુરૂષો કરતાં 259 મિલિયન મહિલાઓ ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે. મહિલાઓને વિજ્ઞાન, ગણિત, ટેક્નૉલૉજી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રમાં ઓછુ પ્રતિનિધિત્વ આપવામાં છે. એટલા માટે જ આ થીમ પસંદ કરવામાં આવી છે જેમાં જાતિ સમાનતાને મહત્વ આપવમાં આવે છે. અગાઉ, યુએનની થીમમાં આબોહવા પરિવર્તન, ગ્રામીણ મહિલાઓ અને HIV/AIDSનો સમાવેશ થયો હતો.

શા માટે મહિલા દિવસ મહત્વપૂર્ણ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓને સમાન દરજ્જો મળે, જેથી તેઓ કોઈપણ અધિકારોથી વંચિત ન રહે. તેમની સાથે કોઈપણ ક્ષેત્રમાં ભેદભાવ ન થવો જોઈએ. આ ખાસ અવસર પર મહિલાઓના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે ઘણા કાર્યક્રમો અને અભિયાનો પણ ચલાવવામાં આવે છે. હાલના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને મહિલાઓ તેમજ ટ્રાન્સજેન્ડર, નોન-બાઈનરી અને નોન-કન્ફરમિંગ લોકોનો વધુ સમાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Back to top button