આજે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ છે. આ ખાસ દિવસ દર વર્ષે 18મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આરામ કરવાની તક આપે છે. પરિવાર અને મિત્રો સાથે ઉજવવામાં આવતો આ ખાસ દિવસ આપણને પ્રકૃતિની નજીક લઈ જાય છે. જૂન સામાન્ય રીતે ભારતમાં રજાઓનો મહિનો છે. બાળકો ઉનાળુ વેકેશન માણી રહ્યા છે. અત્યાર સુધીની સૌથી મોટી પિકનિકની વાત કરીએ તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી પિકનિકનો ઉલ્લેખ છે. જેમાં લગભગ 20,000 લોકોએ હાજરી આપી હતી. આ ઘટના પોર્ટુગલમાં બની હતી.
પિકનિક શબ્દ ક્યાંથી આવ્યો, જો તમારા મનમાં આ પ્રશ્ન હોય તો જાણી લો કે ફ્રેન્ચ ભાષામાં ‘પિક – નિક’ શબ્દ આવે છે, એવું માનવામાં આવે છે કે પિકનિક શબ્દ તેનાથી સંભધીત છે. વાસ્તવમાં ફ્રેન્ચમાં ‘Pique-Nique’ નો અર્થ થાય છે, એક સામાજિક મેળાવડો જ્યાં લોકો તેમના ખોરાક સાથે ભેગા થાય છે. પિકનિકની શરૂઆત વિશે એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન તેની સાથે ખાવા-પીવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
વિશ્વ પિકનિક દિવસ પર તમારી યોજના શું છે?
પિકનિક સાથે જોડાયેલો આ ઈતિહાસ ચોક્કસપણે રસપ્રદ છે. જ્યારે પણ પિકનિકની વાત આવે છે ત્યારે બાળકો સૌથી વધુ ખુશ હોય છે. જો તમે આજ સુધી આ દિવસ વિશે જાણતા ન હોવ તો જાણ્યા પછી તમે આ દિવસને બાળકો માટે ખાસ બનાવી શકો છો. આજે આંતરરાષ્ટ્રીય પિકનિક ડે પર બાળકો માટે સરપ્રાઈઝ પ્લાન કરો અને તેમને ખુશ કરો. જો તમે આ અંગે જો તમને કંઈપણ પ્લાન વિચારમાં આવતો ના હોય, તો અમે તમારી સાથે એવી ટીપ્સ શેર કરીએ છીએ, જેને અપનાવીને તમે આજનો દિવસ પરિવાર માટે ખાસ બનાવી શકો છો.
આ રીતે વિશ્વ પિકનિક દિવસની ઉજવણી કરો
- તમારા નજીકના સંબંધીને રાત્રિભોજન માટે આમંત્રણ આપો. જેમની સાથે બાળકો અને પરિવાર આનંદ માણી શકશે.
- પરિવારને સાંજે એક ખુલ્લી રેસ્ટોરન્ટમાં લઈ જાઓ, જ્યાં તેમને પ્રકૃતિની નજીક રહેવાનું મન થાય.
- નાના-મોટા શહેરોમાં આવી ઘણી જગ્યાઓ છે, જ્યાં જંગલ અને પાર્ક થીમ જેવા ઈટિંગ પોઈન્ટ્સ છે. પિકનિકનો અહેસાસ મેળવવા માટે આવા સ્થળોએ જાઓ.
- બાળકો અને ઘરના અન્ય સભ્યોની પસંદગીનું ડિનર બનાવો અને પરિવાર સાથે ડિનર કરો.
- જો પરિવાર કોઈ અલગ શહેરમાં હોય, તો આ દિવસને ખાસ બનાવવા માટે, વીડિયો કૉલ પર કનેક્ટ થાઓ અને સાથે ડિનર કરો.
- આજે વીકએન્ડ છે, તેથી તમે પરિવાર સાથે નજીકના રિસોર્ટમાં જઈને આ દિવસને ખાસ બનાવી શકો છો.