આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડે: વધુ પડતું ડાયેટિંગ જોજો ક્યાંય પડી ન જાય મોંઘું
- એક્સટ્રીમ ડાયટ પ્લાનને ફોલો કરવાથી આરોગ્યને ઘણુ થાય છે નુકશાન
- આયુર્વેદ અનુસાર દિવસમાં બે વાર ભોજન કરવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
6 મે 2024, ફિટનેસ બાબતે જાગૃતિ ઘણી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને જે લોકોનું વજન થોડું વધારે હોય છે તે લોકો પોતાના શરીરને ફીટ રાખવા માટે એક્સટ્રીમ ડાયટ પ્લાનને ફોલો કરે છે. ડાયેટિંગ કરતી વખતે લોકોને અનેક પ્રકારની સલાહ મળે છે, જેમાંથી કેટલીક સાચી અને કેટલીક ખોટી હોય છે. ડાયેટીંગ કરવાથી વજન ઓછું થાય કે નહીં પરંતુ મુશ્કેલી અચૂક ઉભી થાય છે.
જાણો દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ?
એક વ્યક્તિને આખા દિવસમાં 1200 થી 2600 સુધી કેલેરીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જે લોકો ઓછું ખાય છે તેના આરોગ્ય પર ગંભીર અસર પડે છે. પરંતુ આ વાત બધા સમજતા નથી અને ડાયેટિંગ આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. ડાયેટીંગ કરવાથી સ્નાયુઓમાં ઢીલાશ આવે છે જેનાથી તમારા શરીરનો શેપ પણ બગડી શકે છે. આયુર્વેદ અનુસાર દિવસમાં બે વાર ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાતળા અને નબળા લોકો દિવસમાં ચાર વખત ભોજન કરી શકે છે. આવા લોકોને વધુ ખાવાથી ફાયદો થાય છે.
ઓછું ખાવાથી પાચન અને પથરીની સમસ્યા ઉભી થાય છે
ઓછું ખાવાથી પાચન તંત્ર પર સૌથી વધુ અસર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે ફાઈબરની જરૂર પડે છે. જે ખાવામાંથી મળે છે. પરંતુ ડાયટીંગ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેને કારણે પાચન સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. શરીરને ઓછી કેલેરી મળવાથી પિતાશયમાં પથરી થવાનો ભય વધી જાય છે.
થાક અને ચિડીયાપણુ
ખાવાનુ નહીં ખાવાથી શરીરને એનર્જી મળતી નથી. જેનાથી થાક અને નબળાઈ મહેસૂસ થાય છે. જે લોકો ડાયેટીંગ કરે છે તેના સ્વભાવમાં ચિડિયાપણુ આવી જાય છે. આવા લોકોનું બ્લડ સુગર લેવલ પણ ઓછું થવા લાગે છે. આ બધી પરિસ્થિતિમાં રોગોનું જોખમ વધી શકે છે.
આ પણ વાંચો..પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે આ ફળ, ડાઈજેશન સાથે હેલ્થ પણ રહેશે અફલાતૂન